For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સા.આફ્રિકાની ટોસ જીતી મજબૂત શરૂઆત, હાર્દિક પટેલની અટકાયત

|
Google Oneindia Gujarati News

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરીઝમાં ત્રીજી વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, અને મજબૂત શરૂઆત કરી હતી. જ્યારે મેચ શરૂ થતા પહેલા રાજકોટમાં પટેલ અનામત આંદોલનને લઇને જે માહોલ સર્જાયો હતો અને હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી હતી તેના પગલે સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે.

ક્રિકેટ સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જ્યાં ટીમ ઇન્ડિયા રોકાયેલી છે તે હોટેલ ઇમ્પીરીયલ અને સા. આફ્રિકાની ટીમ રોકાયેલી છે તેવી ફોર્ચ્યુન હોટલથી પોલીસના 25 ગાડીના કાફલા સાથે બંને ટીમને ક્રિકેટના ગ્રાઉન્ડ સુધી પહોંચાડવામાં તંત્રએ પણ સફળતા મેળવતા હાશકારો અનુભવ્યો હતો.

તો આ બધાંની વચ્ચે સ્ટેડિયમ પર આવી રહેલી દરેક ગાડીનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતુ તે દરમ્યાન પટેલ અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ અને તેના અન્ય સાથીઓની પોલીસે અટકાયત કરી હતી.

સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ

સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ

સા.આફ્રિકા અને ભારત વચ્ચે ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટીંગનો નિર્ણય કર્યો હતો. સાઉથ આફ્રિકાએ શરૂઆતની ઓવર્સમાં જ મજબૂત સ્કોર બનાવી ભારત પર દબાવ બનાવ્યો છે.

ટીમ ઇન્ડિયામાં બદલાવ

ટીમ ઇન્ડિયામાં બદલાવ

ટીમ ઇન્ડિયામાં ઉમેશ યાદવના સ્થાને અમિત મિશ્રાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે દ. આફ્રિકાની ટીમમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ છેકે ભારત અને દ.આફ્રિકાની ટીમ 1-1 મેચ જીતીને સીરીઝમાં બરાબરી પર છે.

જડબેસલાક પોલીસ બંદોબસ્ત

જડબેસલાક પોલીસ બંદોબસ્ત

રાજકોટની મેચ દરમ્યાન પટેલ અનામત આંદોલનને વધુ મજબૂત કરવા માટે હાર્દિક પટેલે પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી હતી જેને લઇને સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હાર્દિક પટેલની ધરપકડ

હાર્દિક પટેલની ધરપકડ

આ મેચમાં હાર્દિક પટેલ અને તેના સાથીઓની વિરોધ કરવાની મનશા હતી. જેને લઇને પોલીસે પણ હાર્દિકને શોધવા માટે જામનગર અને રાજકોટના ગામડામાં શોધ ચલાવી હતી. આખરે આજે બપોરે પોલીસ દ્વારા જ્યારે સ્ટેડિયમ તરફ આવતી કાર્સનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક કારમાંથી હાર્દિક પટેલ સહિત અન્યની અટકાયત કરવામાં આવી હતી.

નેશનલ હાઇવે પર ચક્કાજામ

નેશનલ હાઇવે પર ચક્કાજામ

હાર્દિકની અટકાયત કર્યા બાદ તેને હાલમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ લઇ જવાયો છે. હાર્દિક પટેલની અટકાયત થતા નેશનલ હાઇવે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે.

English summary
Unchanged South Africa bat in Rajkot, and Hardik Patel detained as he was protesting outside the stadium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X