For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kite Festival : 50 દેશોના 100થી વધુ પતંગબાજો ભાગ લીધો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 જાન્યુઆરી : વિશ્વભરના પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બનેલા 25મા આંતરરાષ્ટ્રીય પગંત મહોત્સવની શરૂઆત 7 જાન્યુઆરી ગુરૂવારથી થઇ રહી છે. ત્યારે વર્ષે આ મહોત્સવનું આયોજન અમદાવાદ સહિત વડોદરા, દિલ્હી, મુંબઇ, મોઢેરા, ધોરડો (સફેદ રણ), સાપુતારા અને સોમનાથ જેવા સ્થળોએ યોજાઇ રહ્યો છે. 13 મી જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થનાર પતંગનું ઉદધાટન રાજ્યપાલ કમલાબેનીવાલ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર કરશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ઇટાલી, સિંગાપુર, સ્વિત્ઝરલેંડ, સ્પેન, નેધરલેંડ, બ્રાજિલ, દક્ષિણ કોરીયા, ઇન્ડોનેશિયા, વિયેટનામા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કુકેકકો, યુક્રેઇન, ઇઝરાયેલ, ચીન, બેલ્ઝિયમ, ન્યુઝિલેંડ, મલેશિયા, કંબોડિયા જેવા 40 દેશોના 100 જેટલા પતંગ રસિકો ભાગ લેશે. આ ઉપરાંત 10થી વધુ રાજ્યોના પતંગ રસિયાઓ પણ ભાગ લેવાના છે.

international-kite-festival

આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત 7 જાન્યુઆરીએ મુંબઇ અને દિલ્હીમાં કરવામાં આવશે, 8 જાન્યુઆરીના રોજ વડોદરા અને સાપુતારામાં યોજવામાં આવશે. ત્યારબાદ 9 જાન્યુઆરીના રોજ સુરત, મોઢેરામાં કરવામાં આવશે. જ્યારે 11મી જાન્યુઆરીના રોજ માંડવી, ધોરડો તથા સોમનાથ ખાતે યોજવામાં આવશે. 12 અને 13 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અને 14 જાન્યુઆરીએ અમદાવાદના જુના શહેરી વિસ્તારમાં ઉજવણી આ મહોત્સવનું સમાપન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પગંત મહોત્સવની શરૂઆત માઉન્ટ એવરેસ્ટ શિખરને સૌપ્રથમ વાર સર કરનાર પર્વતારોહક સર એડમન્ડ હિલેરીએ કરી 1989માં કરી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવના આયોજનનો હેતુ એ છે કે વિદેશીઓ ગુજરાતની મુલાકાતે આવે અને ગુજરાત ટુરિઝમમાં વધારો થાય તેમજ રોજગારીની તકો ઉભી થાય.

English summary
The International kite festival Gujarat's most eagerly awaited event and huge favorite amongst tourists from across the globle, is all set ints 25th edition starting on 7th january this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X