ગુજરાતમાં 4,05,78,577 મતદારો 45380 બુથો પર કરશે મતદાન

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 એપ્રિલ : ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી અનિતા કરવલે જણાવ્યું છે કે મતદારો લોકશાહીની આધારશીલા છે અને લોકશાહીમાં પ્રત્યેક મત અમૂલ્ય છે. નૈતિક મૂલ્ય સાથે કોઈપણ પ્રકારની લોભ-લાલચ કે શેહ-શરમમાં આવ્યા વગર નિર્ભયતાથી વધુમાં વધુ મતદાન થાય તે મજબૂત લોકશાહીની નિશાની છે.

ભારતનાં ચૂંટણી પંચે પ્રસ્તુત બાબતને ધ્યાનમાં રાખીને અને ઉનાળાની ગરમીનાં કારણે મતદારોને મત આપવામાં સરળતા અને અનુકુળતા રહે એ માટે મતદાનના સમયમાં બે કલાકનો વધારો કર્યો છે. આગામી તારીખ 30 એપ્રિલ, 2014, બુધવારનાં રોજ ગુજરાતમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી સહિત સાત વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7.00 વાગ્યાથી સાંજનાં 6.00 વાગ્યા સુધીનો નક્કી કર્યો છે.

gujarat-map

લોકસભા ચૂંટણી 2014માં ગુજરાતની 26 બેઠકો અને ધારાસભાની 7 બેઠકોની પેટા ચૂંટણીને લગતી આંકડાકીય અને વ્‍યવસ્‍થાની દ્રષ્‍ટિએ રસપ્રદ માહિતી આ મુજબ છે.

- 45380 મતદાન મથકો
- 27367 મતદાન મથક વિસ્‍તારો (લોકેશન)
- 4,05,78,577 મતદારો
- મતદાર ફોટો ઓળખકાર્ડની કામગીરી ગુજરાત રાજ્‍યમાં 99.99 ટકા પરિપૂર્ણ
- 2,12,10,291 પુરૂષ મતદારો, 1,93,68,001 મહિલા મતદારો અને 285 અન્‍ય મતદારો
- લોકસભા સામાન્‍ય ચૂંટણી 2014મા 413 ઉમેદવારો
- સાત મતદાન વિભાગની પેટા ચૂંટણીઓમાં 104 ઉમેદવારો
- ગેરરીતિ કે બોગસ વોટીંગ ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વિવિધ માર્ગદર્શક સૂચનાઓનો ચૂંટણીઓમા ચૂસ્‍ત અમલ કરાશે.
- ભારતાં સાત જગ્‍યાએ વીવીપીએટીનો થનારો ઉપયોગ જે પૈકી ગુજરાતના ગાંધીનગર મત વિભાગના વીવીપીએટીનો થનારો ઉપયોગ
- મતદાન મથકમાં, મત ગણતરી મથકમાં તેમજ મતદાન મથક આસપાસના 100 મીટરના વિસ્‍તારમાં કોઈપણ વ્‍યકિતના સેલ્‍યુલર મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરેના ઉપયોગ ઉપર પ્રતિબંધ
- ફોટો ઓળખકાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્‍ય કરવામાં આવેલા 11 વૈકલ્‍પીક દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરી મતદાર તેની ઓળખ પ્રસ્‍થાપિત કરી મતદાન કરી શકશે.
- કુલ મતદાન મથકો પૈકી 23 ટકા મતદાન મથકો અને કુલ મતદાન મથકના સ્‍થળો (પોલીંગ સ્‍ટેશન લોકેશન) પૈકી 21 ટકા મતદાન મથક સ્‍થળો (પોલીંગ સ્‍ટેશન લોકેશન) ‘વલ્‍નરેબલ' અને ‘ક્રીટીકલ'
- કુલ એક લાખ ઉપરાંત સુરક્ષાકર્મીઓ દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા સંભાળવામાં આવશે.

English summary
4,05,78,577 voters of Gujarat will vote on 45380 polling booths in Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X