
સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું
ગુજરાતભરમાં ગરમીનો પારો વધતો જાય છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 43 ડીગ્રી સુધી પારો પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યના કેટલાક વિસ્તારમાં અસહ્ય ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીની સાથે સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધ્યું હતું.
આજે સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલી રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. બીજી બાજુ અમદાવાદ નું તાપમાન 42.9, રાજકોટનું તાપમાન 42.9, વડોદરાનું તાપમાન 42.4 ડીગ્રી નોંધાયું હતું. ભુજ અને આણંદનું તાપમાન 41 ડીગ્રી નોંધાયું હતું.
ગ્લોબલ વોર્મિંગની અસરથી ઋતુચક્રમાં મોટા પ્રમાણમાં ફેરફાર થઇ રહ્યો છે, એક સપ્તાહ પહેલા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા અને આજે સૌરાષ્ટ્રનું અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.
રાજ્યભરના દરિયા કિનારાના વિસ્તારમાં તાપમાન 40 ડીગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન ખાતા દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું. હીટ વેવથી લુ લાગવાની શક્યતા વધી જાય છે.
{promotion-urls}