45 વર્ષીય મુસ્લિમ પરણિત મહિલા 30 વર્ષના યુવકના પ્રેમ પડી, પણ...

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતી 45 વર્ષીય અમીના (નામ બદલેલ છે) એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોબાઇલ ફોન પર જાન્યુઆરી 2014માં એક અજાણ્યા નંબર પરથી યોગેશ મકવાણા (રહે,પાલનપુર) નામના યુવકનો કોલ આવ્યો હતો અને તેણે જણાવ્યુ હતુ કે તેને અમીનાના મોબાઇલથી કોલ આવ્યો હતો જેથી તેણે કોલ કર્યો છે. પણ અમીનાએ જણાવ્યુ હતુ કે અમીનાના બાળકોએ કદાચ ભુલથી કોલ કરી દીધો હશે. જેથી યોગેશે ફોન મુકી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે ફરીથી કોલ કર્યો હતો અને અમીનાએ વાત કરતા ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને યોગેશ મળવા માટે અમદાવાદ આવ્યો હતો. બાદમાં બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા હતા અને પાલનપુર તેમજ અમદાવાદમાં ગેસ્ટ હાઉસમાં મળતા હતા.

crime

એકવાર યોગેશે પાલનપુરમાં ગેસ્ટ હાઉસમાં મળીને અમીનાને મંગળસુત્ર પહેરાવીને માથામાં સેંથો પુરી દીધો હતો અને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં બંનેના સંબધો ખુબ આગળ વધી ગયા હતા. પણ જાન્યુઆરી 2018થી યોગેશે અમીના સાથે સંબધો ઓછા કરી દીધા હતા. તે તેના ફોન પર જવાબ આપતો નહોતો અને વોટસએપ પર રિપ્લે પર આપતો નહોતો. જેથી અમીનાએ તેને મળીને લગ્ન કરવાની વાત કરી હતી. પણ યોગેશે જણાવ્યુ હતુ કે અમીના મુસ્લિમ છે અને બે બાળકોની માતા છે. જ્યારે તે કુવારો છે અને હિદું છે જેથી લગ્ન થાય તેવી શક્યતા નથી. અમીનાએ યોગેશને ધમકી આપી હતી કે જો તેની સાથે લગ્ન નહી કરે તો તે પોલીસને ફરિયાદ કરશે પણ તેમ છંતાય, યોગેશે તેને લગ્નની ના પાડતા અમીનાએ મહિલા પોલીસ સ્ટેશન (પશ્રિમ)માં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે યોગેશ મકવાણાની ધરપકડ કરી હતી.

પન્ના મોમાયા એડીશનલ ડીસીપી મહિલા ક્રાઇમ બ્રાંચ કહે છે કે યુવક અપરણિત છે અને પાલનપુરમાં ધંધો કરે છે. જ્યારે અમીના પરિણીત છે અને તેના બે સંતાનો છે જેમાં 20 વર્ષનો પુત્ર અને 16 વર્ષની દીકરી છે. ત્યારે આ પ્રકારની સંબધનું પરિણામ આવુ આવે છે. જેથી કોઇપણ પ્રકારની લાલચમાં આવ્યા વિના દુર રહેવુ જરૂરી છે. હાલ તો અમે આરોપી યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

English summary
45 year old Muslim woman fell in love with 30 year old boy, but then what happened?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.