
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનશે હોટલ-મૉલ, 5 હજાર આદિવાસીઓ તેના વિરોધમાં
ગુજરાતના કેવડિયામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વર્ષોથી વસેલા આદિવાસીઓના જીવન પર સંકટ તોળાઈ રહ્યુ છે. સરકાર તેમની જમીન લઈ ત્યાં હોટલ-મૉલ, ગાર્ડન અને અન્ય ટુરિઝમ પ્રોજેક્ટ સ્થાપિત કરવા ઈચ્છે છે. પોતાનું ઘર છીનવાઈ જવાના ડરે અહીંના અદિવાસીઓ પહેલા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બનાવવાનો વિરોધ કરી ચૂક્યા છે. જો કે સરકારે ભરોસો જતાવ્યો હતો કે તેમને ડરવાની જરૂર નથી.
પ્રતિમાના ઉદ્ધાટન બાદ અહીંના આદિવાસીઓને હેરાન કરવામાં આવ્યા. જમીન અધીગ્રહણ કરાઈ. આ અધિગ્રહણના વિરોધમાં લોકો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. કોર્ટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના ગામોને રાહત આપતા ગયા મહિને જમીન અધિગ્રહણ પર રોક લગાવાઈ. કોર્ટે રાજ્ય સરકારને કહ્યુ કે આગલા આદેશ સુધી અહીંથી કોઈને હટાવામાં ન આવે. જો કે હવે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જોડાયેલી અથૉરિટીના અધિગ્રહણની તૈયારી કરી લીધી છે. કોર્ટ જમીન અધિગ્રહણના વિરોધમાં નથી.

આદિવાસી વસાહત ખતરામાં
સરકાર નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે વિવિધ પર્યટન પરિયોજનાઓ માટે જમીન અધિગ્રહણમાં લાગી ગઈ છે. જેનાથી આદિવાસી વસાહતો ખતરામાં આવી ગઈ છે. અહીં 5 હજારથી વધુ આદિવાસીઓ રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કેવડિયા સ્થિત પર્યટન સ્થળના વિકાસના નામે તેમને અહીંથી હટાવવામાં આવશે.

ઘર બહાર નીકળવા દેતા નથી
દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાં જ્યાં બની છે ત્યાં કેટલાક કિમી સુધી આદિવાસીઓ રહે છે. ખાસ કરીને તડવી પરિવારને અહીંથી કાઢવાની યોજના બનાવવામાં આવી છે, જે હાલ વિવાદોના ઘેરામાં છે. રાજ્ય સરકાર આ જગ્યાએ ગાર્ડન બનાવવા માંગે છે. તડવી પરિવાર પોતાના નાનકડા ઘરમાં રહે છે. જ્યારે કોઈ વીવીઆઈનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે ત્યારે આ પરિવારોને પોતાના ઘરની બહાર નીકળવા દેતા નથી. જેથી આ લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

આદિવાસીઓની જમીન વેપારીઓને વહેંચવામાં આવશે
તડવી આદિવાસીઓનું કહેવું છે કે અમારી જમીનો હડપી સરકાર પૈસાવાળાને વહેંચી દેશે. જ્યારે કેવડિયામાં વહીવટી અધિકારી કહે છે કે અહીં ગાર્ડન બનાવવામાં આવશે. સાથે જ પર્યટનની સુવિધા માટે રસ્તા અને અન્ય નિર્માણ કાર્યો પણ થશે. જમીન અધિગ્રહણ માટે સરકારે મોટી તૈયારી કરી છે. આદિવાસીઓનું કહેવું છે કે તેમને જમીનની ભરપાઈ કરાશે. જો કે આ ગામના મોટાભાગના લોકો આ વાતથી સંતુષ્ટ નથી. તેમને ડર છે કે આદિવાસી સમુદાય બેઘર થઈ જશે. આદિવાસીઓનું કહેવું છે કે અમારી જમીન કંપનીઓ અને વેપારીઓને વેંચવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પર્યટન સ્થળ વિકસાવવા હજારોનો ખર્ચ
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા પાછળ સરકારે 3000 કરોડનો ખર્ચ કર્યો છે. દુનિયાનું સૌથી પ્રતિષ્ઠિત સ્થળ બનાવવા માટે 30 થી વધુ પ્રોજેક્ટ શરૂ થશે. હવે સરકાર અહીં ગાર્ડન, રસ્તા, હોટલ, સફારી પાર્ક અને અન્ય મનોરંજન પાર્ક સ્થાપિત કરશે. નર્મદા વિભાગના એક અધિકારીનું જણાવવું છે કે એવી તૈયારીઓ કરી દેવાઈ છે કે આદિવાસીઓએ તેમની જમીન છોડવી જ પડશે.

જમીનની પૂરીં કિંમત પણ સરકાર આપતી નથી
એક આદિવાસી કુટુંબના વડા પુનાભાઈ તડવીનું કહેવું છે કે સરકાર ઈચ્છે છે કે અમે અહીંથી નીકળી જઈએ, આ જમીન અમને અમારા પૂર્વજોથી વરસામાં મળેલી છે. અમને અહીંથી હટાવવા માટે સરકાર અમારી જમીનની પૂરીં કિ્ંમત પણ આપતી નથી. જેનાથી અમારા પરિવારને રાહત મળે. સરકારે પહેલા પણ નર્મદા ડેમ માટે આદિવાસીઓને અહીંથી ભગાડ્યા છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે અમારી જમીન લેવા દબાણ કરી રહયા છે.

સરકારનો દાવો
પુનાભાઈ તડવી નવાગામમાં રહે છે. નવાગામની જેમ કેવડિયા, વઢડિયા, લિંબડી, કોઠી અને ગોરા ગામમાં રહેનારા આદિવાસીઓને પણ પોતાની જમીન અને ખેતરોથી વિસ્થાપિત કરાઈ રહ્યા છે. સરકારી પક્ષનું કહેવું છે કે આ જમીનોને 1960ના દશકમાં જ સરકારે અધિગૃહિત કરી લીધી હતી. જો કે તેઓ આદિવાસીઓના કબજામાં રહી ગઈ હતી.

સરકાર પાસે પૂરતી જમીન
વાઘોડિયા ગામના નિવાસી 49 વર્ષિય દિનેશ તડવીનું કહેવું છે કે ડેમ અને પ્રતિમાનું કામ પૂરું થઈ ગયુ છે. અમારી વસ્તીને હેરાન કર્યા વિના પર્યટનને આકર્ષિત કરતી સુવિધાઓ અને પાર્કના નિર્માણ માટે સરકાર પાસે પૂરતી જમીન છે. અમે પણ વિકાસનો હિસ્સો બનવા માંગીએ છીએ અને પોતાની આજીવિકા મેળવવા ઈચ્છીએ છીએ.
એક ગામના સરપંચનું કહેવું છે કે ,સરકાર અહીં વિકાસ લાવવા ઈચ્છે છે પણ તેની તક અમને આપવા કરતા આ જગ્યા છોડવાનો આદેશ કરી રહી છે. અમારી જમીન પૈસાદાર લોકોને આપી અહીં હોટલ અને મૉલ ઉભા કરવામાં આવશે.

ફરિયાદ લંબિત
પુનાભાઈએ જણાવ્યુ કે સરદાર સરોવર પરિયોજનાથી પ્રભાવિત લોકો માટે ફરિયાદ નિવારણ કેન્દૅમાં કરેલી અપીલ છેલ્લા બે દશકાથી લંબિત છે. કારણ કે અધિકારીઓનું કહેવું છે કે તે આ ફરિયાદો રદ થઈ જશે. તેમની જમીન નર્મદા ડેમના ઉદેશ્યથી અધિગ્રહિત કરાઈ હતી.
નિવારણ પ્રાધિકરણ આદેશમાં ઉલ્લેખ કરાયો છે કે શરૂમાં આ યોજના માટે અધિગ્રહિત કરાયા હતા. જો કે પછીથી પરિયોજનાની સાઈટને સ્થાનાંતરિત કરવામાં આવી હતી અને જમીન મુખ્ય બંધના ડૂબ ક્ષેત્રથી બહાર રહી ગઈ. સરકાર હવે તેને હડપવા ઈચ્છે છે.

હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીમાં આ વાત કહેવાઈ છે
હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી નાખવામાં આવી. જેમાં આદિવાસીઓે તેમના ખેતરો અને વારસાગત ઘરોથી બેદખલ કરવા પર આપત્તિ જતાવાઈ છે. આ અરજીમાં કહેવાયુ છે કે આ ગામોની જમીનના અધિગ્રહણ કરવાનો આદેશ અપાયો હતો, જો કે ગ્રામીણો પાસે કબજો જળવાઈ રહ્યો છે.

19 ગામો જમીન અધિગ્રહણથી સીધી અસર હેઠળ
અરજી પ્રમાણે 1961-62માં નર્મદા નદી પરિયોજના હેઠળ એક કૉલોનીના નિર્માણ માટે જમીન અધિગ્રહણ શરૂ થયુ. જેમાં 19 ગામો જેમાં કેવડિયા અને અન્ય પાંચ ગામો શામેલ છે, જે અદિવાસીઓને બેદખલ કરાઈ રહ્યા છે.

85 ટકા લોકોને જ રકમની ભરપાઈ
ગામવાસીઓનું કહેવું છે કે, જ્યારે સરકારે જમીન લીધી હતી તેના 19 ગામોના 85 ટકા લોકોને તેમની જમીનની રકમની ભરપાઈ કરાઈ જ્યારે 15 ટકા લોકોને તે અપાઈ નથી. આ છ ગામોમાં 5000 થી વધુ આદિવાસી રહે છે. તેમની પાસે મતદાતા ઓળખ પત્ર, આધાર કાર્ડ, વિજળી બીલ, સંપતિ કરના દસ્તાવેજો છે જે આ જમીન પર તેમનો અધિકાર દર્શાવે છે.

સરકાર ગેરકાયદેસર રીતે જમીન હડપી રહી છે
જાહેર હિતની અરજીમાં કહેવાયુ છે કે સરકાર આદિવાસીઓની જમીન હોટલ, ટાઈગર સફારી, 33 રાજ્ય ભવન બનાવવા માટે વિસ્થાપિત કરવા ચાહે છે. પહેલા પણ સરકારે ન કબજો લીધો ન પ્રભાવિત લોકોને તેની ભરપાઈ કરી. છતાં ફરી રાજ્ય સરકાર કાયદાની વિરુદ્ધ જઈ આદિવાસી લોકોને ગામની જમીન છોડવા કહી રહી છે.

વ્યવસાયની પરવાનગી નથી
એક 80 વર્ષિય સેવા નિવૃત શિક્ષકનું કહેવું છે કે સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે હેલિપેડ પાસે જેમની કરિયાણાની દુકાન છે તે બંધ કરી દે, જ્યારે પણ મુખ્યમંત્રી કે અન્ય વીઆઈપી લોકો અહીં આવે છે ત્યારે પોલીસ અમારા દરવાજા ખખડાવે છે અને દુકાન બંધ કરી દેવા કહે છે. અહીં અમને વ્યવસાયની અનુમતિ નથી, તો હું ક્યાં જઈશ . સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક દુકાન ખોલનારાઓને ત્યાં કોઈ ખરીદી માટે આવતુ નથી.

આ ગામની જમીનનું અધિગ્રહણ
જમીન અધિગ્રહણ સરદાર સરોવર ડેમની નજીક કેવડિયામાં સ્થિક સરદાર વલ્લભ ભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાની આસપાસના ગામોમાં થઈ રહ્યુ છે. અહીં ખાસ કરીને છ ગામો સંકટમાં છે. જેમાં કેવડિયા, વગાડિયા, કોઠી, નવગામ, લિંબડી અને ગોરા શામેલ છે.
આ પણ વાંચો: મોદીના સહીવાળું મેક ઇન ઈન્ડિયાનું નકલી પ્રમાણપત્ર બતાવી કરોડોનો ચૂનો લગાવ્યો