For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ બાપુની પાંચ વિવાદવાણી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 માર્ચઃ સંત આસારામ બાપુની જીભ એવા બાણ જેવી છે, જેમાંથી ક્યારે કયું તીર નિકળશે તે કહીં શકાય નહીં. હવે હોળી પર જ્યારે આખું મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટા હિસ્સામાં દુકાળ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ આસારામ બાપુ એવું કહેતા ફરે છે કે પાણીની બરબાદી કરવાથી તે પાછળ નહીં હટે, પાણી કોઇના બાપનું નથી.

આસારામના આ નિવેદનથી કોઇનું દીલ દુભાયું હોય કે ના હોય, પરંતુ એ લોકોનું દીલ જરૂરથી દુભાયુ હશે જે તેમને બાપુ કહીંને બોલાવતા હશે. એ લોકો જેમણે માત્ર પાણીની અછતના કારમે હોળી પર પોતાની ખુશીઓ કુરબાન કરી દીધી. આમ તો સાચુ કહીએ તો બાપુએ ઘણીવાર લોકોની ભાવનાઓ દુભાવી છે. જેમાંના પાંચ ચર્ચિત વિવાદાસ્પદ નિવેદન આ પ્રકારે છે.

1- પત્રકાર કુતરાં છે

8 જુલાઇ 2009એ પોતાની એક સભામાં સંત આસારામ બાપુએ કહ્યું કે, પત્રકાર કુતરાં છે અને હું તેમની આગળ ટૂકડાં નહીં ફેંકુ. એ સમયે તમામ ચેનલોમાં બાપુના આશ્રમોમાં કાળો જાદૂ થતો હોવાની ખબરો પ્રસારિત કરવામાં આવી રહી હતી. બાપુના આ નિવેદનથી મીડિયાને ઘણું દુખ પહોંચ્યું હતું.

2- ઓછી બુદ્ધિવાળો બબલુ છે રાહુલ ગાંધી

9 ઓક્ટોબર, 2011એ બાપુએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે કહ્યું કે તે ઓછી બુદ્ધિવાળો બબલુ છે. આ નિવેદન તેમણે દિલ્હીમાં યમુના કિનારે આયોજીત શરદ પૂર્ણિમા ધ્યાન શિબિરમાં આપ્યું. જેમાં દેશભરના કોંગ્રેસી કાર્યકર્તાઓ અને બબલુ નામના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી.

asaram-bapu
3- દિલ્હી ગેંગરેપમાં પીડિતા પણ દોષી

7 જાન્યુઆરી, 2013એ આસારામ બાપુના આ દિવસથી આખા દેશની ભાવનાઓને ઠેસ પહોંચી, કારણ કે જે યુવતી માટે દેશના યુવાનો રસ્તાઓ પર લાઠીઓ ખાઇ રહ્યા હતા, જે યુવતી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી હતી, તેના માટે આવી વાત કરીને બળાત્કારીઓનો હોંસલો વધારવા જેવું છે.

4- હાથી ચાલે છે ત્યારે કુતરાં ભોંકતા રહે છે

8 જાન્યુઆરીએ આસારામ બાપુએ આ અંગે મીડિયા પર પોતાને બદનામ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે હાથી ચાલે છે ત્યારે કુતરાંઓ ભોંકે છે. તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી.

5- પાણી કોઇના બાપનું નથી

27 માર્ચ 2013એ હોળીના દિવસે સંત આસારામ બાપુએ સુરતમાં હજારો લીટર પાણી બરબાદ કરી નાંખ્યું. જ્યારે લોકોએ તેમને હોળી રમવાની આ રીત સામે પ્રશ્નો ઉઠ્યાં તો તેમણે તેમની હોળી રમવાની રીતનો વિરોધ કરનારાઓ વિરુદ્ધ મનફાવે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો. બાપુએ કહ્યું કે, અમે કોઇ સરકાર કે સરકારના બાપનું પાણી નથી લેતા.

English summary
People are now angry over the statement by Hindu saint Asaram Bapu over water. Here are five most Controversial statements by Asaram Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X