For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની પેટા ચૂંટણીઓ આનંદીબેનનો લિટમસ ટેસ્ટ શા માટે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 18 ઓગસ્ટ : ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ ઉપરાંત લોકસભાની ત્રણ બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે. સમગ્ર દેશમાં 13 સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધારે 9 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આવતા મહિને યોજાવા જઇ રહેલી પેટા ચૂંટણીઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે લિટમસ ટેસ્ટ છે.

નોંધીનય છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ગુજરાતમાં યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આનંદીબેનના માર્ગદર્શનમાં ભાજપે મહત્તમ બેઠકો કબ્જે કરીને ગુજરાતના 8 મહાનગરો પૈકી એક માત્ર જૂનાગઢમાં બાકી રહેલી કોંગ્રેસની છેલ્લી ઇંટ પણ બજાવી દીધી છે.

ગુજરાતમાં આનંદીબેન પટેલની પાસે જનતાની અપેક્ષા બમણી છે. કારણ કે તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હોવા ઉપરાંત નરેન્દ્ર મોદી જેવા સક્ષમ નેતાના અનુયાયી બન્યા છે. વળી, આનંદીબેન પટેલના નેતૃત્વમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીઓ લડવામાં આવશે. આ તમામ 9 બેઠકો ભાજપના ધારાસભ્યોના લોકસભામાં ચૂંટણી લડવા બાદ થયેલા વિજયને પગલે ખાલી પડી છે.

ગુજરાતમાં લોકસભાની એક બેઠક પર અને વિધાનસભાની 9 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં લોકસભાની વડોદરા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લીમખેડાની બેઠકો પર યોજાવાની છે.

1. ગુજરાતમાં મોદીની એક્ઝિટથી કોંગ્રેસને એન્ટ્રીની આશા

1. ગુજરાતમાં મોદીની એક્ઝિટથી કોંગ્રેસને એન્ટ્રીની આશા


દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની એક્ઝિટ થયા બાદ કોંગ્રેસને ફરી આશા જાગી છે કે રાજ્યમાં તે એન્ટ્રી મેળવી શકશે. આ માટે કોંગ્રેસના સ્થાનિક, પ્રાદેશિક ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોએ કમર કસી છે. છેલ્લા બે મહિનામાં કોંગ્રેસે રાજ્યમાં ભ્રષ્ટાચારથી લઇને ફુગાવા સુધીના મુદ્દાઓને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે.

2. ભાજપમાં આગેવાની સાબિત કરવી પડશે

2. ભાજપમાં આગેવાની સાબિત કરવી પડશે


ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તો બની ગયા છે. પરંતુ તેમનામાં સમગ્ર રાજ્યમાં પાર્ટીનું બળ વધારવાની ક્ષમતા છે અને ભાજપના કાર્યકરોને એક રાખવાની તાકાત છે તે દર્શાવવાની આ મોટી કસોટી છે. જો તેમાં નાકામ થયા તો મુખ્યમંત્રીની હોડમાં અન્ય ઉમેદવારો પણ લાઇનમાં ઉભા છે.

3. આનંદીબેનનું ત્રણ મહિનાનું પરફોર્મન્સ કેવું રહ્યું?

3. આનંદીબેનનું ત્રણ મહિનાનું પરફોર્મન્સ કેવું રહ્યું?


ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજ્યા બાદ અત્યાર સુધીમાં આનંદીબેન પટેલે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કરી બતાવ્યો છે. આ ઉપરાંત તેમણે મહિલા સશક્તિકરણના કાર્યો અને ટોઇલેટ્સ બનાવવાના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો છે. જો કે આ સિવાય અનેક મુદ્દાઓ પર કામ કરવાનું બાકી છે.

4. મોદી છાપ ગુજરાતમાં આનંદીબેન છાપ ઊભી કરવાનો પડકાર

4. મોદી છાપ ગુજરાતમાં આનંદીબેન છાપ ઊભી કરવાનો પડકાર


ગુજરાતમાં 2001થી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં ભાજપ સતત વિજય મેળવતો રહ્યો છે. રાજ્યમાં હજી પણ નરેન્દ્ર મોદી છાપ નેતૃત્વના ડંકા વાગી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીઓ જીતી આનંદીબેને પોતાની છાપ લોકપ્રિય કરવાનો પડકાર છે.

5 પેટા ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ

5 પેટા ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ


પ્રક્રિયા - તારીખ

  1. જાહેરનામુ પ્રસિદ્ધ થશે - 20 ઓગસ્ટ, 2014 (બુધવાર)
  2. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ - 27 ઓગસ્ટ, 2014 (બુધવાર)
  3. ઉમેદવારીપત્રોની ચકાસણી - 28 ઓગસ્ટ, 2014 (ગુરુવાર)
  4. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ - 30 ઓગસ્ટ, 2014 (શનિવાર)
  5. ચૂંટણીની તારીખ - 13 સપ્ટેમ્બર, 2014 (શનિવાર)
  6. મત ગણતરી - 16 સપ્ટેમ્બર, 2014 (મંગળવાર)
  7. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ - 19 સપ્ટેમ્બર, 2014 (શુક્રવાર)

English summary
Why Gujarat bye elections to be litmus test for CM Anandiben Patel's leadership?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X