For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આજે શું ખબર છે, આપણા ગુજરાતના

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

રાજ્યમાં અમદાવાદ બન્યું સ્વાઇન ફ્લૂનું ઘર- 171 પોઝિટીવ કેસ

રાજ્યમાં અમદાવાદ બન્યું સ્વાઇન ફ્લૂનું ઘર- 171 પોઝિટીવ કેસ

છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાય છે. વધુમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી વધુ 9 મોત થતા મૃત્યુઆંક 311 પહોંચ્યો છે.

સ્વાઇન ફ્લૂએ બગાડી ધૂળેટી મઝા- નો રેન ડાન્સ

સ્વાઇન ફ્લૂએ બગાડી ધૂળેટી મઝા- નો રેન ડાન્સ

સ્વાઇન ફ્લૂએ બગાડી ધૂળેટીની મઝા. જેના કારણે દર વર્ષે ધૂળેટી નિમિત્તે કલ્બોમાં યોજવામાં આવતી રેઇન ડાન્સ પાર્ટી આ વખતે નહીં થાય. વધુમાં, લોકોએ પણ સામૂહિક ઉજવણીથી કરી લીધી દૂરી.

એરપોર્ટ પરથી અંદાજીત 33.74 લાખનું સોનું ઝડપાયું

એરપોર્ટ પરથી અંદાજીત 33.74 લાખનું સોનું ઝડપાયું

છેલ્લા ત્રણ મહિનામાં આ ચોથી ઘટના છે. અમદાવાદના ઇન્ટરનેશન એરપોર્ટ પરથી શારજાહથી આવેલા પ્રવાસી મોહસિન હનિફ શિવાની પાસેથી અંદાજીત 33.74 લાખનું સોનું કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે.

ગુજરાતી માછીમારો જશે પાકિસ્તાન, છોડવશે 57 બોટ

ગુજરાતી માછીમારો જશે પાકિસ્તાન, છોડવશે 57 બોટ

પાકિસ્તાને ગુજરાતની 57 બોટો પાછી આપવાનું ભારતીય દૂતાવાસને જણાવતા. ગુજરાતથી 9 સભ્યોનું એક ગ્રુપ સોમવારે પાકિસ્તાન જઇ, ગુજરાતી માછીમારોની 57 બોટને ભારત પાછી લાવવાની વ્યવસ્થા કરશે.

પેક અપ ટાઇમ

પેક અપ ટાઇમ

ગોંડલમાં ફિલ્મ પ્રેમ રતનના શૂટિંગનું થઇ ગયું છે પેકે-અપ. સલમાન ખાન પહોંચ્યો રાજકોટ એરપોર્ટ પર. 13 દિવસ સુધી કરાયું ગોંડલના રાજવી પેલેસમાં આ ફિલ્મનું શૂટીંગ.

ધૂળેટી પગલે હોટલો થઇ ફૂલ

ધૂળેટી પગલે હોટલો થઇ ફૂલ

સળંગ ચાર દિવસથી એકી સાથે રજા અને હોળી ધૂળેટી જેવા મસ્તીના તહેવારે સાપુતારાથી માંડી મોન્ટ આબુ અને દિવ-દમણની હોટલોને ફૂલ કરી નાખી. મોટાભાગના ગુજરાતી, સહપરિવાર સાથે ઉપડી ગયા, શોર્ટ ટૂર પર.

ડાકોરમાં ઉમટ્યા 5 લાખથી વધુ ભાવિકા

ડાકોરમાં ઉમટ્યા 5 લાખથી વધુ ભાવિકા

ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર ઉભરાયું શ્રદ્ધાળુઓથી. ઠેરઠેરથી ચાલીને ડાકોર આવતા લોકોએ, કર્યા ડાકોરના રસ્તા જામ. શ્રીજીના દર્શન કરવા બનાવાયો રેમ્પ. ભક્તો લાલાના દર્શન કરી થયા ધન્ય.

કચ્છ

કચ્છમાં ભારતીય જવાનોએ રમ્યા રંગ

English summary
6 March Read today top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X