For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: પાંજરાપોળ થી રહસ્યમય રીતે ગાયબ થયી 600 ગાયો

ગુજરાતના જૂનાગઢ જિલ્લાથી 15 કિલોમીટર દૂર તોરણીયા ગામમાં પાંજરાપોળ થી 600 ગાયો રહસ્યમય રીતે ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાતના જૂનાગઢ જિલ્લાથી 15 કિલોમીટર દૂર તોરણીયા ગામમાં પાંજરાપોળ થી 600 ગાયો રહસ્યમય રીતે ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ નગરપાલિકા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આવારા ગાયો રસ્તામાંથી પકડીને તેને પાંજરાપોળ મોકલવામાં આવી હતી. પરંતુ હવે બધી ગાયો ગાયબ થઇ ચુકી છે. પાંજરાપોળ માલિક અને મેનેજર ઘ્વારા દાવો કરવામાં આવ્યા છે કે પ્લાસ્ટિક ખાવાને કારણે ગાયો બીમાર હતી અને એક વર્ષમાં તેમની મૌત થઇ ગયી.

1 વર્ષમાં 600 ગાયો ગાયબ

1 વર્ષમાં 600 ગાયો ગાયબ

ટાઈમ્સમાં છપાયેલી ખબર અનુસાર જૂનાગઢ ડેપ્યુટી નગરપાલિકા આયુક્ત એમકે નંદની ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે જે ગાયો અમે પાંજરાપોળ મોકલી હતી, તે ગાયબ છે. અમે 789 ગાયોને પાંજરાપોળ મોકલી હતી. અમે આ મામલે પાંજરાપોળ માલિકને નોટિસ પણ આપ્યું છે. તેની સાથે અમે મેનેજર પાસે રજીસ્ટર કોપી પણ મંગાવી છે. જેથી અમને ખબર પડે કે કેટલી ગાયો ક્યાંથી આવી અને તેમાંથી કેટલાની મૌત થઇ ચુકી છે. જો તેમાં કોઈ પણ ગરબડ જોવા મળી તો તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.

કોઈ પણ મહામારી વિના 600 ગાયો મરી ગયી

કોઈ પણ મહામારી વિના 600 ગાયો મરી ગયી

આપણે જણાવી દઈએ કે સિવિક બોડીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલી ગાયોની દેખરેખ માટે 3000 રૂપિયા આપવામાં આવે છે. સરકારી પશુ ડોક્ટર હેમલ ગુજરાતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને વાડામાંથી કોઈ પણ જાનવર ની મૌત અંગે પુરાવા નથી મળ્યા. મોટી સંખ્યામાં જાનવરોની મૌત ત્યારે જ થાય છે જયારે કોઈ મહામારી ફેલાય છે. પાંજરાપોળ માલિક ધીરુ સાવલિયા ઘ્વારા આ વાત ખોટી ગણાવી છે.

રોજ 1-2 ગાયો મરતી હતી

રોજ 1-2 ગાયો મરતી હતી

ધીરુ સાવલિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને એક પણ ગાય વેચી નથી. પ્લાસ્ટિક ખાવાને કારણે છેલ્લા 6 થી 7 મહિનામાં લગભગ 450 ગાયોની મૌત થયી. આ ગાયો પહેલા થી બિમાર હતી. જેના સાક્ષી ગામના લોકો છે. રોજ 1-2 ગાયો મરતી હતી. તેમને આગળ જણાવ્યું કે તેમને લગભગ 7 મહિના પહેલા જૂનાગઢ નગરપાલિકા પશુ ચિકિત્સાલય ને મૌખિક રૂપે જાણ પણ કરી હતી. પરંતુ તેમને જણાવ્યું કે ગાયોની મૌત પ્લાસ્ટિક ખાવાથી થઇ રહી છે તો તેઓ કઈ પણ નહીં કરી શકે.

English summary
600 Cows go mystery missing from shelter home in junagadh gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X