વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સુરતમાં ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ સંપન્ન
સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતા
સુરતના આંગણે આયોજીત 'પ્રાકૃતિક કૃષિ સંમેલન'ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.

પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે એમ જણાવી પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું
તેમણે એમ પણ કહ્યું કે, આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.'
સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવના સાથે આઝાદીના અમૃત્ત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર 'સૌના પ્રયાસની ભાવના' છે, જે દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી છે એમ વડાપ્રધાનએ સ્પષ્ટપણે જણાવ્યું હતું
.
સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો
સુરતના જાગૃત પ્રશાસકો, જન પ્રતિનિધિઓએ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ કર્યું, કૃષિ નિષ્ણાતો અને ટ્રેનરોના અવિરત માર્ગદર્શન, તાલીમ અને શ્રેણીબદ્ધ વર્કશોપ યોજી ગામડાઓ ખૂંદયા, જેનું પરિણામ સૌની સામે છે, અને સુરતે એ સાબિત કર્યું કે, લક્ષ્ય પ્રાપ્તિ માટે દ્રઢ ઈચ્છા શક્તિ વડે સંકલ્પ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે એમ જણાવી સુરતના તંત્રવાહકોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત હોવાનું જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીનઃની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્વમાં શુધ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
