• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Read Also: દિલ્હીના IT અધિકારીઓ કરશે મહેશ શાહની પૂછપરછ

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિકે કહ્યું સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ પણ...

હાર્દિકે કહ્યું સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ પણ...

મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ પાસના આરોપોને ખોટા ગણાવી સીએમ રૂપાણી સાથે પાસના 4 મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત ઉચ્ચાર્યા બાદ હાર્દિક પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે સરકાર વારંવાર તેના મુદ્દાઓને વિચારણા હેઠળ ગણાવી રહી છે. તેમ છતાં તે સરકાર સાથે વાતચીત કરવામાં સહયોગ આપશે. વધુમાં ટૂંક સમયમાં તે સરકાર સમક્ષ અનામત મુદ્દે ફોર્મ્યુલા આપશે તેવું પણ જણાવ્યું હતું.

સુરતમાં હરિભક્તો ઊભુ કર્યું મીની નગર

સુરતમાં હરિભક્તો ઊભુ કર્યું મીની નગર

સુરત દાંડ રોડ ખાતે ભવ્ય સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં આવ્યુ છે જેમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારજના અક્ષર વાસ બાદ તેમની જન્મજયંતિ બુધવારે ઉજવાશે. લાખો હરકિભક્તો પ્રથમ વાર પૂજય સ્વામીબાપાની ઉપસ્થિતિમાં પૂજય મહંત સ્વામીની નિશ્રામાં આ જન્મજયંતિ ઉજવી ગુરૂભક્તિ અદા કરશે. છેલ્લા અઠવાડિયાથી આ નગરમાં વ્યસન મુક્તિ, રક્ત દાન સહિતના કાર્યો થઈ રહ્યા છે. અહીંનો માહોલ સુરતની અંદર જાણે બાજુ એક નાનું નગર રચાઈ ગયો હોય તેવો છે.

સ્વામીજીએ યુવકોને અપાવી દીક્ષા

સ્વામીજીએ યુવકોને અપાવી દીક્ષા

ત્યારે સોમવારે સ્વામિનારાયણ નગરમાં વિદેશના 7 અને દેશના 37 નવયુવાનોએ ઘર અને સંસાર ત્યાગ કરીને પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે વેદોક્ત વિધીથી ત્યાગાશ્રમની દીક્ષા પ્રાપ્ત લીધી કરી હતી. સુરતના આ સ્વામિનારાયણ નગર ખાતે રોજ રોજ લાખોની સંખ્યામાં ભક્ત મહેરામણ ઉમટી રહ્યા છે.

કોડીનારમાં દીપડો પાંજરે પૂરાયો

કોડીનારમાં દીપડો પાંજરે પૂરાયો

ગીર સોમનાથના દેવલી ગામે છેલ્લા કેટલાક સમયથી રંજાડતો દીપડો પાંજરે પૂરવામાં આવ્યો હતો. દેવલી ગામના વાડી માલિકો તેમજ ગ્રામજનોએ જંગલ ખાતાને અનેક વાર રજૂઆતો કરી હતી. કારણ કે એ વિસ્તારમાં ફરતા દીપડાને કારણે લોકો ખૂબ ભયભીત થઈ ગયા હતા. આથી જંગલ ખાતાએ દીપડાને કેદ કરવા પાંજરા ગોઠવ્યા હતા અને આખરે આ દીપડો પાંજરે પૂરાતા તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો. ખૂંખાર દીપડાને પાંજરામાં પૂરાતા ગ્રામજનો તેને જોવા ઉમટી પડ્યા હતા.

બળાત્કારી જયેશ પટેલની તબિયત લથડી, સયાજી હોસ્પિટલ ખસેડાયો

બળાત્કારી જયેશ પટેલની તબિયત લથડી, સયાજી હોસ્પિટલ ખસેડાયો

વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતેની પારુલ યુનિવર્સીટીના બહુચર્ચિત બળાત્કારી કાંડમાં સંડોવાયેલા ડૉ.જયેશ પટેલ હાલ જેલમાં છે, તબીબી બેકગ્રાઉન્ડ પર જયેશ પટેલે વડોદરાની સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી, જે બાદ જયેશ પટેલની તબિયત વધુ લથડતા આજે ફરી એક વખત વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉ. જયેશ પટેલને હોસ્પિટલમાં લાવવામાં આવતા જ તેમના પુત્ર અને પારુલ યુનિવર્સીટીના ચેરમેન દેવાંશુ પટેલ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

આણંદમાં દેહ વેપારના સોદા કરનારની ધરપકડ

આણંદમાં દેહ વેપારના સોદા કરનારની ધરપકડ

આણંદમાં છ મહિનામાં બીજી વાર દેહ વેપારના સોદા કરતો શખ્સ ઝડપાયો છે. આણંદ એસઓજીને આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે ચંદ્રકાન્ત ઉર્ફે ખુશી અને લક્ષ્મણ મારવાડી મુંબઈ તેમજ પશ્ચિમ બંગાળમાંથી કોલ ગર્લ લાવી તેના સોદા કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સમગ્ર રેકેટને ઝડપી પાડવા માટે એક ડમી ગ્રાહકને પૈસા આપીને ફોન કર્યો હતો. અને આ ફોનના આધારે વ્યક્તિને આણંદના બસ સ્ટેન્ડ, સરદાર બાગ પાસે બોલાવ્યો હતો. અને પોલીસે તેને ઝડપ્યો હતો.

મહેશ શાહ સાથે સરકારની ગોઠવણ છે? : કોંગ્રેસ

મહેશ શાહ સાથે સરકારની ગોઠવણ છે? : કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આજે મીડિયા સમક્ષ મહેશ શાહ અને સરકારની સાંઠ ગાંઠ હોવાના આરોપ સાથે ભાજપ સરકાર પર અનેક આકાર પ્રહારો કર્યા હતા. શંકર સિંહ વાધેલા મહેશ શાહની કોલ ડિટેલ કઢાવાની માંગ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મહેશ શાહ તો માત્ર કોઇનું મહોરું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જોડે પણ શું તેનો કોઇ સંબંધ? કેમ તેને પોલિસ વેશમાં રખાય છે? આ તમામ મામલે તેમણે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

English summary
Read here, 6th December 2016's, Gujarat top news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X