આણંદ નજીક રોડ અકસ્માતમાં સાત લોકોને કાળ ભરખી ગયો

gujarat map
આણંદ, 26 સપ્ટેમ્બર: આણંદ જિલ્લાના આંકવાલ નજીક રેતી ભરેલું ટ્રેક્ટર અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા છ મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયાં છે.

પોલિસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાદરણ ગામે ગણેશ મહોત્સવ નિમિત્તે વડોદરાના કોયલી ગામેથી આવેલા મહિ‌લાઓની ભજન મંડળીને આંકલાવ પાસે એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ભજન સંધ્યાની પૂર્ણાહૂતિ કરીને ટેમ્પામાં પરત ફરી રહેલી મહિલાઓની ભજન મંડળીને આંકવાલ નજીક એક વળાંકમાં સામેથી રેતી ભરીને આવી રહેલા ટ્રેક્ટરની ટ્રોલી ટેમ્પા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સજાર્યો હતો. મોડી રાત્રે સર્જાયેલાં આ અકસ્માતમાં સાત મહિ‌લાઓના મોત નિપજ્યાં હતાં.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલા લોકોને સાયાજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. 6 મૃતક મહિલાઓમાંથી ત્રણની ઓળખવિધી કરી દેવામાં આવી છે. પોલીસ અન્ય લોકોની ઓળખવિધી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X