For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોટા ઉદેપુરમાં ૭૩મા વન મહોત્સવની ઉજવણી નિમિષા સુથારની અધ્યક્ષતામાં સંપન્ન

છોટા ઉદેપુરમાં ૭૩મા વન મહોત્સવની ઉજવણી નિમિષા સુથારની અધ્યક્ષતામાં સંપન્ન

By Desk
|
Google Oneindia Gujarati News

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે આદર્શ નિવાસી કન્યા શાળામાં જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષા સુથારની અધ્યક્ષતામાં ૭૩મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વન મહોત્સવ કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેકોનુ વિતરણ કરવમાં આવ્યુ હતુ. જંગલખાતાના અધિકારીઓ તથા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સનન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

van mahotsav

જિલ્લા કક્ષાની વન મહોત્સવની ઉજવણી પ્રસંગે આદિજાતી વિકાસ, આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથારે તેમના ઉદ્બોધનમાં જણાવાતા કહ્યુ હતુ કે ૭૩મો વન મહોત્સવ એટલે આપણો ઉત્સવ. વન મહોત્સવ આપણને ઘણુ બધુ કહી જાય છે. જીવન સૃષ્ટિને ટકાવી રાખવા વૃક્ષો એક ઋષિ તરીકે કામ કરે છે. જંગલખાતાના અધિકારીઓથી ગાર્ડ સુધીના તમામ વૃક્ષોનુ એક બાળકની જેમ ઉછેરીને મોટા કરે છે અને પછી તેમનું રક્ષણ કરે છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના યોગદાન અંગે વાત કરી તેમણે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવી તેનું જતન અને સંવર્ધન કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વન વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી તેમણે ખેડૂતોને આ યોજનાઓનો લાભ લઇ પૂરક આવક ઉભી કરવા અનુરોધ કર્યો હતો.

આ 73માં વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસદ ગીતા રાઠવા, રાજયસભાના સાંસદ નારણ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિત અનેક પદાધિકારીઓ તથા જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
છોટા ઉદેપુરમાં ૭૩મા વન મહોત્સવની ઉજવણી નિમિષા સુથારની અધ્યક્ષતામાં સંપન્ન
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X