• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Read also: "મહાઠગ" મહેશ શાહ બની રહ્યો છે "મહા વિવાદી"!

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સુરતના પાલ પાસે છેડતી બાબતે બે કોમના ટોળા સામસામે

સુરતના પાલ પાસે છેડતી બાબતે બે કોમના ટોળા સામસામે

સુરતના પાલ ગામના લુહાર ફળિયા પાસે આવેલ મદ્રેસા નજીક અડિંગો જમાવીને બેસી રહેતા કેટલાક અસામાજિક તત્વો છેલ્લા ઘણા દિવસોથી હિંદુ છોકરીની છેડતી કરતા હતા. જે મામલે વિવાદ ગરમાયો હતો. મંગળવારે રાતે અસામાજિક તત્વોએ લેસર લાઇટ મારીને છોકરીઓની છેડતી કરી હતી. જેથી લુહાર ફળિયામાં જ રહેતા કનુભાઇ ઉફ્રે કીર્તિ ગજ્જર અને ચિરાગ પટેલ અસામાજિક તત્વોને સમજાવવા માટે ગયા હતા. પરંતુ મામલો વણસી જતા બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને અસામાજિક તત્વોએ સમજાવા ગયેલા યુવકો પર હથિયારથી હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આ મામલો અહીં ના અટકતા પત્થરમારો થયો હતો અને પોલીસને વધુ કાફલો ઘટનાસ્થળે બોલાવવો પડ્યો હતો.

જામનગરમાંથી બે હજારની નવી ચલણી નોટો સાથે એક વ્યક્તિ ઝડપ્યો

જામનગરમાંથી બે હજારની નવી ચલણી નોટો સાથે એક વ્યક્તિ ઝડપ્યો

જામનગરમાંથી પોલીસે બે હજાર રૂપિયાની 468 નોટ અને 100 રૂપિયાની 650 નોટો સાથે દીલિપ દત્તાણીને ઝડપ્યો હતો.જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાંથી પસાર થઇ રહેલી એક કારને અટકાવી તેમાં તલાશી લેતા કારમાંથી બે હજાર રૂપિયાના દરની 468 નોટ અને 100 રૂપિયાના દરની 650 નોટ મળી આવી હતી. આ મામલે એલસીબીએ કાર ચાલક દિલીપ દતાણીની પૂછપરછ કરતા તે આ ચલણી નોટ અંગે ખુલાસો કરી શક્યો ન હતો. દિલીપ દતાણી જામખભાળિયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ ડ્રાઇવરની અટકાયત કરી આવક વેરા વિભાગને જાણ કરી હતી

ઘાસ કાપતા યુવકને મગર તાણી ગયો

ઘાસ કાપતા યુવકને મગર તાણી ગયો

ગીર સોમનાથ નાંતાલુકાના પાવટી ગામે આવેલા તળાવ કિનારે પાવટી ગામના કાળા ભાઈ તૈયબ ભાઈ(ઉ. વ. ૪૦ ) નામનો યુવાન જ્યારે ઘાસ કાપતો હતો ત્યારે તળાવમાં રહેલા મગરો તેને ખેંચી ગયા હતા. જે બાદ તંત્ર સામે ગામ જાણોએ રોષ ઠાલવ્યો હતો. જંગલ ખાતાની બેદરકારી ને કારણે આ ઘટના બની હોવાનો ગામજનોનો આક્ષેપ છે.

દારૂ પીધેલા ડ્રાઇવેર એક પછી એક પાંચેક ગાડીઓ સાથે કર્યા અકસ્માત

દારૂ પીધેલા ડ્રાઇવેર એક પછી એક પાંચેક ગાડીઓ સાથે કર્યા અકસ્માત

અમદાવાદમા ગત રાત્રે થલતેજ હેબતપુર ચાર રસ્તા પાસે અતિશય સ્પીડમાં આવી રહેલા ટ્રક ડ્રાઇવરે એક પછી એક પાંચેક ગાડીઓને સાથે અથડાવી હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ તમામ કારોને ઘણું નુકસાન થયું છે. અકસ્માત બાદ ટ્રક લઇને ડ્રાઇવર નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. લોકોએ

અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજન આજે જન્મોત્સવ

અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજન આજે જન્મોત્સવ

સુરત ખાતે બીએપીએસ દ્વારા 27 નવેમ્બરથી શરૂ થયેલી ઉજવણી આજે અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસ સાથે વિરામ પામશે. આજે આ મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. આજે સાંજે 6થી 9 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતિ મહોત્સવ પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવાશે. મહોત્સવના મંચ પરથી પ્રમુખ સ્વામીના જીવનમાં તેમણે કરેલા આધ્યાત્મિક અને સામાજિક કાર્યોની પ્રસ્તુતિ સંવાદ તેમજ વીડિયો શો દ્વારા રજૂ કરાશે.

પાલનપુરમાં દલિતોએ બૌદ્ધ ધર્મ કર્યો સ્વીકાર

પાલનપુરમાં દલિતોએ બૌદ્ધ ધર્મ કર્યો સ્વીકાર

બનાસકાંઠા જિલ્લામાં દલિત સંગઠને પાલનપુરમાં ધર્મપરિવર્તનનો કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં પાલનપુર, વડગામ તેમજ કચ્છ, અમદાવાદ, હરિયાણાથી 150 જેટલા દલિત સમાજના લોકો આવ્યા હતા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ત્યા હાજર દલિતોએ કહ્યુ હતુ કે મંદિર તેમજ અન્ય જગ્યાએ અમારી સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી. આથી અમે બોદ્ધ ધર્મ સ્વીકારી રહ્યા છીએ.

ફક્ત રહેઠાણના ઉપયોગની જમીનને કાયદેસર કરાશે : નીતિન પટેલ

ફક્ત રહેઠાણના ઉપયોગની જમીનને કાયદેસર કરાશે : નીતિન પટેલ

શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ સરકાર હસ્તક ની રાજ્ય ની પાંચ મહાનગરોમાં આવેલી 33 લાખ 88 હજાર 375 ચોરસ મીટર જમીન પરના રહેણાક ના દબાણ ભોગવટા ને કાયદેસર કરતો વટહુકમ કેબિનેટ માં પસાર કરાયો હતો. જે મુજબ અરજદાર રહેણાંકના ભોગવટાને પ્રવર્તમાન જંત્રીના નિયત ટકાવારી મુજબ કબજા હક્કની રકમ ચૂકવી જમીનનો પ્લોટ કાયદેસર કરી શકશે. જેનાથી 75 હજાર થી વધુ પરિવારો ને લાભ મળશે.

English summary
Read here, 7th December 2016's, Gujarat top news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X