• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી સરકારના 8 વર્ષ, જાણો ગુજરાતને આટલા વર્ષોમાં શું મળ્યુ?

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 મે : આગામી 26 મેના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આઠ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. આ 8 વર્ષોમાં તેમના નામે ઘણા સારા અને કેટલાક વિવાદાસ્પદ કામો પણ થયા છે. આ કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને વિશેષ પ્રાથમિકતા આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમને આટલા વર્ષોમાં ગુજરાતને શું આપ્યુ તેના પર એક નજર કરવી આવશ્યક છે.

સરદાર સરોવર ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી

સરદાર સરોવર ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી

વડાપ્રધાન બન્યા બાદ 17 દિવસમાં જ નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયથી માંગણીને મંજૂરી આપી દીધી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતની જીવાદોરી ગણાય છે. મંજુરી બાદ આ વિષય માટે રચાયેલી સમિતિએ વધુ કાર્ય પૂર્ણ કર્યું અને આ પ્રોજેક્ટને લગતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની સમસ્યાઓનું નિરાકરણ કર્યા પછી અને તેમની સંમતિથી આખરે 16 જૂન 2017ના સરદાર સરોવર ડેમના તમામ દરવાજા બંધ કરી દીધા હતા. ડેમના દરવાજા બંધ થવાથી આ ડેમની ક્ષમતા 3.75 ગણી વધીને 4.73 મિલિયન ક્યુબિક મીટર થઈ છે.

ક્રૂડ રોયલ્ટી

ક્રૂડ રોયલ્ટી

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવાનો નિર્ણય કર્યો હતો. તેમાં કેન્દ્ર સરકારને 763 કરોડ ગુજરાત સરકારને ક્રૂડ ઓઇલ રોયલ્ટી તરીકે આપવામાં આવશે. ગુજરાત માટે આ મોટો નિર્ણય એટલા માટે પણ છે કારણ કે તે સમયે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો. પરંતુ તેમ છતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતની જરૂરિયાતો અને હિતોને પ્રાધાન્ય આપીને આ મુદ્દાનું નિરાકરણ કર્યું અને ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ 800 કરોડ આપવાનું નક્કી કર્યું.

રાજકોટ AIIMS

રાજકોટ AIIMS

ગુજરાતમાં લાંબા સમયથી એવી માંગ ઉઠી રહી હતી કે રાજ્યમાં એઈમ્સ જેવી હોસ્પિટલ હોવી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની આ જરૂરિયાતને સારી રીતે સમજતા હતા. આ જ કારણ છે કે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આ વિષયને પ્રાધાન્ય આપ્યું હતું અને ગુજરાતના રાજકોટમાં એઈમ્સની સ્થાપનાને મંજૂરી આપી હતી. ડિસેમ્બર 2020માં નરેન્દ્ર મોદીએ રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ

લાઇટ હાઉસ પ્રોજેક્ટ

લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે, જેના અંતર્ગત સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને લોકોને કાયમી આવાસ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે તેમાં ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સસ્તા અને મજબૂત મકાનો બનાવવામાં આવે છે. આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા તમામ મકાનો સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક હશે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ 1144 આવાસો બનાવવામાં આવી રહ્યા છે.

બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીની સૌથી મહત્વકાંક્ષી યોજના છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી શિંજો આબેની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી

સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી

સ્ટેચ્યુ ઑફ યુનિટી આજે ગુજરાતની એક નવી ઓળખ બની ગયું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ વિશાળકાય મૂર્તિને જોવા માટે આવે છે. આ પ્રવાસન સ્થળની મુલાકાત માટે વધુ એક મોટી સુવિધા ઉભી કરવા માટે શ્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તેનાથી ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવાનું હવે વધુ સરળ થઈ ગયું છે. હાલ ભારતીય રેલવેની 8 ટ્રેનો આ રૂટ પર ચાલી રહી છે.

GFSU ને NFSUનો રાષ્ટ્રીય દરજ્જો, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી

GFSU ને NFSUનો રાષ્ટ્રીય દરજ્જો, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. આ માટે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી કિશન રેડ્ડીએ લોકસભા અને રાજ્યસભામાં વિશેષ બિલ પાસ કર્યું. આ બંને યુનિવર્સિટીઓને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ જ ગુજરાતમાં સ્થાપિત કરી હતી, અને વડાપ્રધાન બન્યા પછી તેમણે તેને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપીને તેના મહત્વ અનેકગણું વધારી દીધું છે. આ જ રીતે નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2020માં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને પણ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપ્યો છે. લગભગ 175 વર્ષ જૂની આ સંસ્થાને માનદ ઉપાધિ મળતાની સાથે જ હવે તેને શૈક્ષણિક સ્વાયત્તતા પણ પ્રાપ્ત થશે.

વડોદરા રેલવે યુનિવર્સિટીની સ્થાપના

વડોદરા રેલવે યુનિવર્સિટીની સ્થાપના

નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે એ વાત સમજે છે કે ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. આ જ કારણે તેમણે સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની સ્થાપ્ના કરી. 5 સપ્ટેમ્બર, 2018ના રોજ 'શિક્ષક દિન' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન

19 એપ્રિલ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેયસસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કર્યો હતો. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં ગુજરાત પારંપરિક સારવાર પદ્ધતિમાં પણ વિશ્વનું કેન્દ્ર બનશે.

ગ્રીન એરપોર્ટ

ગ્રીન એરપોર્ટ

આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપ્ના પણ ગુજરાતના રાજકોટમાં થઈ છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં 1405 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. સાથે જ તે સૌરાષ્ટ્રની કમર્શિયલ રાજધાની પણ છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તાર મેન્યુફેક્ચરિંગ હબ છે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા પછી આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રોજગાર મળવાની અપેક્ષા તો છે, તેની સાથે એક્સપોર્ટને પણ ખૂબ પ્રોત્સાહન મળશે.

વૈશ્વિક નેતાઓની ગુજરાત મુલાકાત

વૈશ્વિક નેતાઓની ગુજરાત મુલાકાત

નરેન્દ્ર મોદી દેશના એકમાત્ર એવા નેતા છે કે જેમણે કેન્દ્રની કૂટનીતિ હેઠળ વૈશ્વિક નેતાઓ સાથે બેઠકો માટે નવી દિલ્હીની બહાર દેશના વિવિધ રાજ્યોને પ્રાથમિકતા આપી છે. તેમાંથી તેમણે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. વિવિધ વૈશ્વિક નેતાઓની ગુજરાત મુલાકાતને કારણે ગુજરાતનો વિકાસ, ગુજરાતની મહેમાનગતિ અને ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંઝો આબે, ઇઝરાયેલના ભૂતપૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક શ્રી ટ્રુડો ગ્રેબાસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સહિતના નેતાઓને તેઓ ગુજરાત મુલાકાત કરાવી ચૂંક્યા છે.

English summary
8 years of Modi government, know what Gujarat has got in all these years?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X