અંબાજી પાસે જીપનો ગોઝારો અકસ્માત, 9 લોકોનાં મોત
ગાંધીનગરઃ અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે પીકઅપ વાનનો ગોઝારો અકસ્માત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં 9 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ હોવાના રિપોર્ટ મળ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તિરસુલિયા ઘાટ પાસે અચાનક વાહનની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
તમામ ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 9 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ જીપમાં કુલ 25 લોકો સવાર હતા. તમામ લોકો 51 શક્તિપીઠથી અંબાજી મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા હતા.

આ ઘટના બનાસકાંઠા જિલ્લાના ત્રિશુળિયા ગામ પાસે થઈ છે. અચાનક જ જીપની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેને પગલે જીપ ચાલક સંતુલન ગુમાવી બેસતાં પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને બાર કાઢી લેવામાં આવ્યા છે. મળી રહેલ માહિતી મુજબ આ જીપમાં વડગામ તાલુકાના ભલગામના રહેવાસીઓ સવાર હતા. મૃતકોની હજુ ઓળખ નથી થઈ શકી.
વીડિયો: ગુજરાતના વોટરપાર્કમાં મારપીટ, મહિલાઓને પણ નહીં છોડી