For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં 9 થી 11 ધોરણની શાળાઓ 26 જુલાઈથી શરૂ થશે, શાળા સંચાલકોએ નિર્ણયને આવકાર્યો

કોરોનાને લઈને રાજ્ય સરકારે શાળાઓ બંધ કર્યા બાદ હવે તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. પહેલા ધોરણ 12 અને ત્યારબાદ હવે સરકારે 9 થી 11 માં ધોરણના ક્લાસ 26 જુલાઈથી શરૂ રવાની પરવાનગી આપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાને લઈને રાજ્ય સરકારે શાળાઓ બંધ કર્યા બાદ હવે તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. પહેલા ધોરણ 12 અને ત્યારબાદ હવે સરકારે 9 થી 11 માં ધોરણના ક્લાસ 26 જુલાઈથી શરૂ રવાની પરવાનગી આપી છે. શાળાઓ શરૂ કરવાના આ નિર્ણયને શાળા સંચાલકોએ આવકાર્યો છે. બીજી તરફ ઘણા વાલીઓ મુઝવણ પણ અનુભવી રહ્યા છે.

school
રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈન સાથે શાળાઓ શરૂ કરવા જણાવ્યુ છે. સરકાર સ્પષ્ટ કર્યુ છે કે ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ પર ચાલુ રાખવામાં આવશે, આ ઉપરાંત શાળાઓએ વાલીઓની લેખિત પરવાનગી લેવી પડશે. જો વાલીઓ પરમિશન આપશે તો જ બાળકને શાળામાં બોલાવી શકાશે. નહીં તો ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.
વાલીઓ ઉપરાંત સરકારે સ્ટાફ માટે પણ ગાઈડલાઈનમાં જણાવ્યુ છે કે શાળાના તમામ સ્ટાફે ફરજીયાત વેક્સિન લેવી પડશે. 500 દિવસ બાદ શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે હવે શાળામાં તમામ વિદ્યાર્થીઓેને એક સાથે બોલાવી શકાશે નહી. શાળાને 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ક્લાસ ચાલુ કરવાની પરવાનગી અપાઈ છે.

સરકાર તરફની શાળાઓ શરૂ કરવાના નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકાર્યો છે. રાજ્યમાં હોટલ, થીયેટર, જીમ જેવા સ્થળો શરૂ કરવાની પરવાનગી અપાયા બાદ શાળા સંચાલકોની માંગ હતી કે શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. હવે શાળાઓ શરૂ કરવાની પરવાનગી અપાતા સંચાલકોએ નિર્ણયને આવકાર્યો છે.

English summary
9th to 11th standard schools in the state will start from July 26
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X