મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’માં સહકાર આપવા કોરિયા તત્પર
ગાંધીનગર, 12 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કોરિયાના સહયોગમાં રહીને ગુજરાતમાં મરિન એન્જીનીયરિંગ અને મેરિટાઇમ હ્યુમન રિસોર્સીસ ડેવલોપમેન્ટ સેક્ટરને વ્યાપક ફલક પર વિક્સાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મુખ્યમંત્રીની આજે દક્ષિણ કોરિયાના ભારતસ્થિત રાજદૂત લી. જૂન્ગયુ(Lee Joon-gyu) અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજાઇ હતી.
આનંદીબેન પટેલે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના ક્ષેત્રમાં કોરિયાની વિશ્વ પ્રતિષ્ઠા જોતાં રાજ્યમાં પણ આવા સીએમઇ કોરિયન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સની સ્થાપના થકી યુવા રોજગાર કૌશલ્ય નિર્માણમાં કોરિયાનો સહયોગ મળે તે અંગે પણ પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરિયન એમ્બેસેડરને જણાવ્યું હતું કે, ગુજરાત ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહ્યું છે અને કોરિયા ઓટોમોબાઇલ પાર્ટ્સ તથા ઓટોમોબાઇલ ઉત્પાદનમાં અગ્રેસર છે, તેવા સંજોગોમાં કોરિયન ઉદ્યોગનું ગુજરાતમાં જોડાણ-રોકાણ પરસ્પર ઔધ્યોગિક વિકાસની સંભાવનાઓને નવું બળ આપશે.
કોરિયન રાજદૂત લી. જૂન્ગ્યુએ પણ આ અંગે વિધેયાત્મક પ્રતિસાદ આફતાં ગુજરાત સાથે ઓટોમોબાઇલ અને એસએમઇ સેક્ટર ઉપરાંત ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં આપસી સહકારથી વડાપ્રધાનની ‘મેક ઇન ઇન્ડિયા' સંકલ્પનામાં કોરિયાના યોગદાનની તત્પરતા દર્શાવી હતી. વધું વાંચવા તસવીરો પર ક્લિક કરો.

કોરિયાની સ્માર્ટ સિડીઝ પેટ્રર્ન
મુખ્યમંત્રીએ કોરિયાના સ્માર્ટ સિડીઝ પેટ્રર્ન ઉપર ગુજરાતમાં પણ સ્માર્ટ સિટી વિકસાવા ગુજરાત સરકાર ઉત્સુક છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં વિપૂલ સંભાવનાઓ
વડાપ્રધાને ભારતમાં કુલ 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની કરેલી જાહેરાતમાં ગુજરાતના શહેરો પર સમાવિષ્ટ અને કોરિયાના સ્માર્ટ સિટીઝ પેટ્રર્ન પર આ શહેરોનો વિકાસ થાય તેવી વિપૂલ સંભાવનાઓ પહેલી છે તેનો વિશેષ ઉલ્લેક પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.

કોરિયા સમાજદાયિત્વ નિભાવશે
મુખ્યમંત્રીએ ગુજરાતમાં કાર્યરત કોરિયન કંપનીઓ-ઉદ્યોગોને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલિટીનું સમાજદાયિત્વ નિભાવતાં ઘર શૌચાલય નિર્માણના જનઆંદોલનમાં સક્રિય ભૂમિકા માટે અનુરોધ કર્યો હતો. લી. જૂન્ગ્યુએ આ અંગે સકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું છેકે કોરિયન ઉદ્યોગો સીએસઆર ક્ષેત્રે યોગદાન માટે સદૈવ તત્પર રહેશે અને આ માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે પરામર્શમાં રહીને તેઓ આગળ વધશે.

વાઇબ્રન્ટ સમિટનું નિમંત્રણ
આનંદીબેન પટેલે ગુજરાતને વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015માં ભાગ લેવા આવવાનું નિમંત્રણ લી જૂન્ગ્યુને પાઠવ્યું હતું. આ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતા તેમણે કોરિયાનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડલ ગ્લોબલ સીઇઓ મિટમાં ભાગ લેવા આવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.