
ગુજરાતની આ છોકરી પોતાની જાત સાથે જ કરવા જઈ રહી છે લગ્ન, ફેરા પણ લેશે, હનીમૂન પણ જશે
વડોદરાઃ ગુજરાતના વડોદરામાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે જે તમે ક્યારેય જોયા, વાંચ્યા કે સાંભળ્યા નહિ હોય. ક્ષમા બિંદુ નામની 24 વર્ષની આ છોકરી 11 જૂને પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે અને તેણે આ લગ્ન માટેની બધી તૈયારીઓ પણ કરવી શરુ કરી દીધી છે. ક્ષમા બિંદુ પોતાના લગ્ન માટે ઘરેણા, કપડા અને પાર્લર પણ બુક કરાવી ચૂકી છે. આ લગ્નમાં 'ફેરા' અને લગ્નના 'વચનો'થી લઈને ગોવામાં 'હનીમૂન' સુધી બધુ જ થશે પરંતુ તેનો કોઈ વરરાજા નહિ હોય.
આ ભારતના પહેલા સોલો વેડિંગ કે સોલોગેમી થવા જઈ રહ્યા છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ક્ષમાએ કહ્યુ, આ નિર્ણય પહેલા ઓનલાઈન રિસર્ચ પણ કર્યુ કે ભારતમાં કોઈ મહિલાઓ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહિ. જો કે આ દરમિયાન ક્ષમાને કોઈ સંતોષજનક પરિણામ મળ્યા નહોતા. હું ક્યારેય લગ્ન કરવા નહોતી માંગતી પરંતુ હું દુલ્હન બનવા માંગતી હતી એટલા માટે મે મારી સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. એક ખાનગી પેઢીમાં કામ કરતી ક્ષમા કહે છે કે સ્વ-લગ્ન એટલે પોતાના માટે રહેવાની પ્રતિબદ્ધતા અને પોતાના માટે બિનશરતી પ્રેમ. તે સ્વ-સ્વીકૃતિનુ પણ કાર્ય છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરુ છુ અને તેથી આ લગ્ન કરવા જઈ રહી છુ.
અહેવાલ મુજબ ક્ષમાએ પોતાના લગ્ન માટે કપડાથી લઈને જ્વેલરી સુધીની ખરીદી કરી લીધી છે. તે દુલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે પરંતુ તેની સાથે કોઈ વરરાજા નહિ હોય. આ લગ્ન સહુ કોઈના માટે અવિશ્વસનીય બની રહેશે. લગ્ન સંપૂર્ણપણે પારંપરિક અનુષ્ઠાન સાથે થશે. ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રી મંદિર નક્કી કર્યુ છે. લગ્નના ફેરા માટે પાંચ વચનો લખ્યા છે. લગ્ન પછી ક્ષમા હનીમૂન માટે ગોવા જશે જ્યાં તે બે સપ્તાહ સુધી રહેશે. પોતાના નિર્ણય પર પોતાના પરિવારની પ્રતિક્રિયા વિશે બોલતા ક્ષમાએ કહ્યુ કે તેના માતાપિતાએ તેને લગ્ન માટે આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નના નિર્ણય સાથે ક્ષમાના માતાપિતા પણ સંમત છે.