આત્મનિર્ભર ભારતઃ દૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડ રુ.થી પણ વધુ
પાલનપુરઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામની એક મહિલાની દૂર-દૂર સુધી ચર્ચા થઈ રહી છે. અહીં નવલબેન ચૌધરી નામની મહિલા દૂધના વેચાણથી દર મહિને 9 લાખ રૂપિયા કમાઈ લે છે. રોજ તે બનાસ ડેરીને 750 લિટર દૂધ મોકલે છે. નવાઈની વાત એ છે કે તેમની પાસે ના તો મેનેજમેન્ટની ડિગ્રી છે અને ના તે વધુ ભણેલા છે, બસ પોતાની સૂઝબૂઝથી પોતાના 190 ઢોર-ઢાંખરને મેનેજ કરી રહ્યા છે.

દર મહિને 9 લાખ કમાય છે નવલબેન
એટલુ જ નહિ, નવલબેને ગામના લોકોને પણ રોજગાર પૂરુ પાડ્યુ છે. તે કામ પર પર રાખેલા 10 લોકોને 10-10 હજાર રૂપિયા વેતન ચૂકવે છે. તેમના 190 ઢોરમાં 45 ગાય, 150 ભેંસ શામેલ છે. નવલબેનના મેનેજમેન્ટની રીતની જ અસર છે કે હવે ગુજરાતમાં ઘણી મહિલાઓ દૂધનો વ્યસાય કરવા લાગી છે. જેમાં એકલા નવલબેનની વાર્ષિક આવક 80 લાખ રૂપિયાથી વધુ થઈ જાય છે.

ચારે દીકરા પણ માના કામમાં મદદ કરી રહ્યા
નવલબેનના ચાર દીકરા છે. તે બધા સારુ એવુ ભણેલા છે. તેમછતાં તે બધા પશુપાલન તેમજ દૂધના વ્યવસાયમાં પોતાની માને મદદ કરે છે અને ખભેથી ખભા મિલાવીને મદદ કરી રહ્યા છે. ચારે પોતાનો પારિવારિક વ્યવસાય નથી છોડવા માંગતા. આ રીતે તમે સમજી શકો છો કે દૂધનો વ્યવસાય કેટલો જોરદાર જામી ગયો છે.

વર્ષમાં 2.21 લાખ કિલો દૂધનુ ઉત્પાદન
ગુજરાત કો-ઑપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી ચાલે છે. જેને નવલબેન પ્રતિદિવસ 750 લિટર દૂધ વેચે છે. આ રીતે તે ત્યાંના અધિકારીઓ તેમજ મેનેજરોથી પણ અનેક ગણુ વધુ કમાઈ લે છે. એક સ્થાનિક ન્યૂઝ પોર્ટલ મુજબ તે વર્ષમાં 2.21 લાખ કિલો દૂધનુ ઉત્પાદન કરે છે.

આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપી રહી છુ
નવલબેનને બનાસ ડેરી તરફથી બનાસકાંઠા જિલ્લાાં દૂધની કમાણી મામલે પ્રથમ સ્થાન આપવામાં આવ્યુ છે. પશુપાલન તેમજ દૂધના વેચાણથી રોજ 30 હજાર રૂપિયા અને વર્ષમાં એક કરોડ 10 લાખ રૂપિયા કમાતા નવલબેન કહે છે કે હું પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી રહી છુ.

આ રીતે મુખ્ય વ્યવસાય બની ગયો પશુપાલન
જ્યારે લગ્ન થયા હતા ત્યારે સાસરિયા નગાણા ગામમાં માત્ર 15-20 પશુ હતા. પછી નવલબેનની મહેનત તેમજ સૂઝબૂઝથી સાસરિયામાં પશુપાલનનો વ્યવસાય જ તેમના પરિવારનો સૌથી મોટો આવકનો સ્ત્રોત બની ગયો. રસપ્રદ વાત એ છે કે અહીં છેલ્લા પાંચ વર્ષોમાં એક લાખથી વધુ મહિલાઓ પશુપાલન સાથે દૂધના વ્યવસાય સાથે જોડાઈ છે. જેમાંથી ઘણી મહિલાઓએ અન્ય 5-10 મહિલાઓને જોડી છે.
CM વિજય રૂપાણીએ હેરિટેજ ટુરિઝમ પૉલિસી 2020-25ની કરી ઘોષણા, 45 લાખથી લઈને સબસિડી સુધીનો લાભ