For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સાઇક્લિસ્ટનો જૂસ્સો બન્યો આકર્ષણનું કેન્દ્ર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી સાઇક્લોથોન 2014નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સાઇકલવીરોએ ભાગ લીધો હતો. પરંતુ બધાની વચ્ચે એક નામ અને સાહસિક બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ નીવડ્યો હતો. તેના જુસ્સા અને સાહસને બધાએ વધાવી હતી. હૈદરાબાદના એક ગુજરાતી બિઝનેસ મેન આદિત્ય મેહતાએ આ સાઇક્લોથોનમાં ભાગ લીધો હતો. હૈદરાબાદના આ 31 વર્ષિય વ્યાપારીએ આઠ વર્ષ પહેલા થયેલી એક દુર્ઘટનામાં પોતાનો એક પગ ગુમાવી દીધો હતો.

handicapped-cyclist
સામાન્ય રીતે આપણે જોયું છે કે, આ પ્રકારની દુર્ઘટના જ્યારે કોઇની સાથે થાય છે, ત્યારે એ દુર્ઘટનાનો ભોગ બનનાર પોતાનો જુસ્સો અને સાહસ ગુમાવી બેસે છે, આદિત્યએ સાઇકલિંગનો પોતાના જોશને ઓછો થવા દીધો નહીં, તેણે માત્ર 35 દિવસમાં કાશ્મિરથી કન્યાકુમારી સુધીની 3800 કિમીની રયાત્રા પૂર્ણ કરી હતી. તે એશિયન આઇ લીગ ચેમ્પિયનશિપમાં બે વાર ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. આ ઉપરાંત લંડનથી પેરીસ સુધી 490 કિ.મીની યાત્રા પણ કરી ચૂક્યા છે. આદિત્યને સાઇકલ ચલાવતા જોઇને શારીરિક વિક્લાંગતાનું કોઇ મહત્વ રહી જતું નથી.
English summary
A handicapped cyclist participates in Sabarmati Cyclothon 2014 organised in Ahmedabad on Feb.2, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X