• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ગતિશીલ ગુજરાતમાં’ 139 ટકા સફળતા, હવે આ 18 વિષયો માટે નવો લક્ષ્યાંક

|

ગાંધીનગર, 9 ઓક્ટોબરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કલ્યાણ રાજ્યના ધ્યેયને મૂર્તિમંત કરવાના જનસુખાકારી કાર્યોની લક્ષ્યાંક સિધ્ધિ માટે જાહેર કરેલ ગતિશીલ ગુજરાત લક્ષ્યાંક-100 દિવસ કાર્યક્રમે 139 ટકાની લક્ષ્યાંક સિધ્ધિની મેળવેલી જવલંત સફળતાને પગલે ગતિશીલ ગુજરાત કાર્યએજન્ડાનો વ્યાપ વિસ્તારી વધુ 18 વિવિધ વિષયોને આવરી લેતા 111 મુદ્દાઓની આગામી 150 દિવસની લક્ષ્યાંક સિધ્ધિનના આયોજનની આજે જાહેરાત કરી હતી. આ લક્ષ્યાંકો આગામી તા.31 માર્ચ-2015 સુધીમાં પૂર્ણ કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે આ કાર્ય એજન્ડાનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યું હતું. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠક સચિવઓ તેમજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા તંત્રવાહકો પણ આ લોન્ચીંગ વેળાએ જોડાયા હતા. આનંદીબેન પટેલે ગતિશીલ ગુજરાત લક્ષ્યાંક-100 દિવસના કાર્યએજન્ડામાં 139 ટકા જેવી સિધ્ધિચ પ્રાપ્ત કરવા માટે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યએમંત્રીએ ગતિશીલ ગુજરાતના આ કાર્ય એજન્ડાને વહીવટીતંત્રમાં કાયમી સ્થાયી વ્ય્વસ્થા સ્વરૂપે વિકસાવવાનો નિર્ધાર વ્યક્ત કરતાં રાજ્ય સરકારના વિભાગોને સ્વયં લક્ષ્યાંક સિધ્ધિ કરવા માટેની સહજ કાર્ય સંસ્કૃતિ પ્રેરિત કરવાની આવશ્યક્તા સમજાવી હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીઓ આરોગ્ય. મંત્રી નીતિનભાઇ પટેલ અને નાણાં મંત્રી સૌરભભાઇ પટેલે ગતિશીલ ગુજરાતની નિરંતરતાનો વ્યાપ સાતત્ય પૂર્ણ વિસ્તારવાના ફલકની રૂપરેખા આપતાં જણાવ્યું કે, આગામી તારીખ 31 માર્ચ-2015 સુધીના લક્ષ્યાંક પૂર્ણ કરવા સ્વાવલંબન અભિયાન, સ્વસ્થ ગુજરાત, ઇ-ગવર્નન્સ, અર્બન મિશન, સિંચાઇયુક્ત વિસ્તાર વિસ્તરણ, ખેલકુદ ક્ષેત્રે વિકાસ, હસ્તકલા અને હાથશાળાનું માર્કેટ ઊભું કરવું, કૃષિ ક્ષેત્ર મારફતે ગ્રામ્ય વિકાસ અને જાહેર સેવાઓ અંગેનો અધિકાર અમલી બનાવવા વગેરેનો મુખ્ય થીમ તરીકે ઉમેરવામાં આવ્યા છે. કુલ 111 પ્રવૃત્તિઓ સાથે સરકાર ‘ટીમ ગુજરાત'ના સહકારથી લોકોપયોગી સેવામાં સમર્પણની ભાવના સાથે 100 ટકાથી વધુ લક્ષ્યાંકો હાંસલ કરી ગુજરાત મોડલને આ વખતના આયોજનમાં પણ ચરિતાર્થ કરશે. અને જિલ્લા-તાલુકા કક્ષા સહિત સમગ્ર પ્રશાસનિક તંત્ર મિશન મોડમાં કાર્યરત રહેશે.

મુખ્યસમંત્રી આનંદીબેન પટેલે આજે જાહેર કરેલા ગતિશીલ ગુજરાતના આગામી તબકકામાં જે 18 મુખ્ય વિષયો અને 111 પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવેલી છે અને આવનારા 150 દિવસોમાં તા. 31 માર્ચ-2015 સુધીમાં આ પ્રવૃત્તિઅઓમાં લક્ષ્યાંદક સિધ્ધિઓનું ધ્યેય રાખવામાં આવ્યું છે તેમાં જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને તસવીરો થકી જાણીએ.

આ પણ વાંચોઃ-આમ પણ થાય પર્યાવરણની રક્ષા, ગુજરાતીના આંગણે લીલોછમ નજારો

આ પણ વાંચોઃ- ગુજરાત દેશનું મેન્યુફેક્ચરીંગ હબ અને પેટ્રોકેપિટલ બન્યું છેઃ આનંદીબેન પટેલ

સ્વાવલંબન અભિયાન

સ્વાવલંબન અભિયાન

આઇટીઆઇના કોમ્પ્યુટરના અભ્યાસક્રમોમાં તાલીમ મેળવતા ૧૫૦૦૦ તાલીમાર્થીઓને ટેબલેટ ભેટ આપવી.-પંડીત દીનદયાલ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના અન્વયે ૭૦૦૦ યુવાનોને વ્યાજ સહાય યોજનાનો લાભ.-Empex B દ્વારા ૫૦૦૦ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાવવી.-૧૨૫૦૦ બાંધકામ શ્રમિકોને આવાસ સહાય યોજના અન્વયે આવાસો મંજૂર કરવા.-જિલ્લા કક્ષાએ સ્વાવલંબન શિબિરો યોજવી.-જન ધન યોજના અન્વયે ૫૦ લાખ લાભાર્થીઓને જન ધન કાર્ડ અપાવવા.-રોજગારલક્ષી બેન્કેબલ યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી, નીતિવિષયક સુધારાઓ દાખલ કરવા.-૫૦૦૦૦ શારીરિક વિકલાંગોને પ્રમાણપત્ર આપવા ઝુંબેશ હાથ ધરવી.-વૃધ્ધ નિરાધાર યોજનાના વંચિત લાભાર્થીઓને શોધી સહાય પુરી પાડવી.-FRA અન્વયે આદિજાતિના ખાતેદારોને જમીનની માપણી શીટ આપવી.

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ

મિશન મંગલમના 6000 નવા જુથોની રચના.- મિશન મંગલમ યોજનાના કાર્યરત 5000 જૂથોને બેંકો સાથે જોડાણ.-આદિજાતિની 10,000 મહિલા પશુ પાલકોને દુધાળા પશુની સહાય યોજના.-મહિલા સંચાલિત 200 ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીને દુધ ઘર બાંધવા સહાય.-200 મહિલા દુધ મંડળીઓને 300 ચો. મી. પ્લોટની ફાળવણી.- 2000 મહિલા રોપ ઉછેર કેન્દ્રો બનાવવા.- નિરાધાર વિધવા બહેનોને વિધવા સહાય યોજના અન્વયે સહાય પુરી પાડવી. ધોરણ-9 માં ભણતી 38000 આદિજાતિની કિશોરીઓને સાયકલ સહાય આપવી.

પોષણયુક્ત ગુજરાત

પોષણયુક્ત ગુજરાત

પોષણયુક્ત ગુજરાત

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અન્વયે તમામ બાળકોની તબીબી ચકાસણી.-આંગણવાડીના અતિ ઓછા વજનના 10,000 બાળકોને બાળ સેવા કેન્દ્ર (સીએમટીસી) હેઠળ સારવાર.- કિશોરીઓને અપાતી લોહતત્વ ગોળી (આઇએફએ) સંદર્ભે દરેક હાઇસ્કુલ ખાતે ડોકટર દ્વારા માર્ગદર્શન શિબિર યોજવી.- કુપોષિત બાળકોના ઇલાજ માટે ૨૦૦ નવા બાળ સેવા કેન્દ્રો ચાલુ કરવા.- દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારીને 26 તાલુકા સુધી કરવો.

સ્વસ્થ ગુજરાત

મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાના ૫૦૦૦૦ નવા કાર્ડનું વિતરણ.- ગુટખા પ્રતિબંધ અંગે લોકજાગૃતિ કેળવવા સધન ઝુંબેશ હાથ ધરવી. - રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના અન્વયે નવી મોજણી હાથ ધરી 20 લાખ કુટુંબોને જોડવા.- જનની સુરક્ષા યોજના અન્વયે 1.5 લાખ સગર્ભા બહેનોને નાણાંકીય સહાય.

મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન- ભારત સ્વચ્છતા

મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન- ભારત સ્વચ્છતા

મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન- ભારત સ્વચ્છતા

ત્રણ લાખ નવા વ્યકિતગત શૌચાલયની મંજૂરી આપવી .- વ્યક્તિગત શૌચાલયના નિર્માણાધીન બે લાખ શૌચાલય પૂર્ણ કરવા.-ભારત-મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાનની સધન ઝુંબેશ ચાલુ રાખવી.

મિશન

50 નગરપાલિકા વિસ્તારોમાં Door to Door Collectionની વ્યવસ્થા સઘન કરવી.-શહેરી વિસ્તારોમાં Lease Licence Model માં 100 જાહેર શૌચાલયની વ્યવસ્થા.- શહેરી વિસ્તારના હયાત 500 જાહેર શૌચાલય અધતન કરવા.- ખાણીપીણીના ફેરીયા, હોટલ અને દુકાનોની જગ્યાએ જાહેર આરોગ્યની જાળવણી, તેના રસોડાની સ્વચ્છતા અંગે સધન તપાસ અભિયાન .- નવા 1000 નિર્મળ ગ્રામ બનાવવા .- 10 તાલુકાને નિર્મળ તાલુકા બનાવવા. -5000 થી વધુ વસ્તીના 1000 ગામમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેકશનની વ્યવસ્થા દાખલ કરવી.-જાહેર સ્થળોએ આવેલા શૌચાલયની સંપૂર્ણ સફાઇની ઝુંબેશ હાથ ધરવી.

જાહેર સેવા વ્યવસ્થાનું સુદ્રઢિકરણ

જાહેર સેવા વ્યવસ્થાનું સુદ્રઢિકરણ

જાહેર સેવા વ્યવસ્થાનું સુદ્રઢિકરણ

સરકારી મકાનોનું રંગરોગાન હાથ ધરવું.-એક વર્ષથી વધુ પડતર તુમારોનો નિકાલ.- 100 તાલુકામાં લોકસંવાદ સેતુ યોજવા.- 100 તાલુકામાં ચિંતન શિબિરનું આયોજન.-જીલ્લા કક્ષાએ ચિંતન શિબિર યોજવી.-સરકારની વિવિધ યોજનાઓના અરજી ફોર્મનું સરળીકરણ.-જી.પી. એસ. સી. ના નવા ભવનનું ખાતમુહુર્ત.-સામાજીક ક્ષેત્રની યોજનાઓની ચકાસણીમાં.-આધારકાર્ડના માળખાનો ઉપયોગ.-તાલુકાની ઓળખ નકકી કરી, મહત્વના સ્થળોએ બોર્ડ મુકવા.-વિવિધ કોર્ટમાં પડતર કેસોની મોનીટરિંગ વ્યવસ્થા અમલમાં મૂકવી.-સરકારી/અર્ધ સરકારી કચેરીઓ ખાતે પડતર જુના ફર્નિચર, પસ્તી અને વાહનોનો નિકાલ કરવો.-સચિવાલય સંકુલને સંપૂર્ણપણે Wi-fi નેટવર્કથી જોડવું.

E-Governance થકી સરકાર પ્રજાના દ્વારે

સાથી પોર્ટલ અન્વયે કર્મચારીઓને ઓન-લાઇન કરવા.- સરકારી નિમણૂંક પ્રક્રિયા ઝડપી બનાવવા PRETનું લોન્ચીંગ.- Mobile Governance નો વ્યાપ વધારવો .- કર્મચારીઓને તાલીમ માટે ૫૦ ઇલેકટ્રોનિક મોડયુલ બનાવવા.

શહેરી મિશન અન્વયે માળખાગત સુવિધાઓ

Affordable Housing યોજના હેઠળ રાજયમાં ૧ લાખ નવા મકાનોનું આયોજન.- Affordable Housing યોજના અન્વયે ૨૫૦૦૦ ચાલુ બાંધકામવાળા મકાનો પૂર્ણ કરવા.- ઇ-નગર અન્વયે નાગરિક સુવિધા કેન્દ્રો થકી નગરપાલિકાઓમાં જરૂરિયાતની સેવાઓ પુરી પાડવી.- ઇ-નગર અન્વયે ઓન-લાઇન સેવાઓનો વ્યાપ વધારવો.- શહેરી વિસ્તારમાં ઓન-લાઇન સેવાઓ માટે કોમન ઇ-પોર્ટલની રચના.- શહેરી વિસ્તાર માટે M-Governance થકી સેવાઓ પુરી પાડવી.

રૂર્બન મિશન

20 Rurban Project પૂર્ણ કરવા. 51 Wi-fi સુવિધા સજજ સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર વિકસાવવા.

શિક્ષણ વ્યવસ્થાનું સુદ્રઢિકરણ

શિક્ષણ વ્યવસ્થાનું સુદ્રઢિકરણ

શિક્ષણ વ્યવસ્થાનું સુદ્રઢિકરણ

-500 શાળાઓમાં સ્માર્ટ ઇ-લર્નિંગ વ્યવસ્થા શરૂ કરવી. -પ્રાથમિક શાળાઓમાં 8500 પ્રજ્ઞા વર્ગો નવા શરૂ કરી કાર્યાન્વિત કરવા. -પ્રાથમિક શાળામાં નવા 3300 વર્ગખંડ બનાવવા. -60 હયાત શાળાઓને ગ્રીન સ્કુલમાં પરિવર્તિત કરવા. -20 નવા કન્યા છાત્રાલયો શરૂ કરવા. -સરકારી ઇજનેર કોલેજોની ગર્લ્સ હોસ્ટેલની ક્ષમતા 2500 વધારવી. -22000 ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઇન્ટરનેટની સુવિધા આપવી. -અપુરતા શૌચાલય વાળી શાળાઓમાં 2950 શૌચાલય બનાવવા. -50 શાળાઓને BALA સ્કુલ્સ તરીકે વિકસાવવી. -ગુણોત્સવ અન્વયે 5000 શાળાઓનું ગ્રેડેશન સુધારવું. -નવનિયુક્ત 2000 હેડ ટીચર્સની ત્રણ અઠવાડીયાની સઘન તાલીમ ગોઠવવી.-શિક્ષણની ગુણવત્તા સુધારવા બી.આર.સી./સી.આર.સી ની ચિંતન શિબિર યોજવી.

કુશળતા ઉંચે લઇ જવી

-બહુલક્ષી કૌશલ્ય વધારવા તાલીમ વર્ગો યોજવા.-i-kvk અંતર્ગત 125 તાલીમ સંસ્થાઓમાં તાલીમ આપવી. -ટુંકાગાળાના તાલીમ કાર્યક્રમો થકી કાર્યકુશળતા ઉંચી લઇ જવી. -25 કોલેજોમાં નવા કૌશલ્યવર્ધન તાલીમની સુવિધા ઉભી કરવી.

રોજગારીની તકોનું સર્જન કરવું

-કાર્ય અનુભવ, વારસાગત કાર્યકુશળતા દ્વારા 20000 કામદારોની કુશળતાનું પ્રમાણિકરણ. -રોજગાર ભરતી મેળા દ્વારા 75000 યુવાનોને રોજગારીનું સર્જન. -અમદાવાદ અને વડોદરા ખાતે વિદેશમાંની નોકરીની તકો માટે 1600 યુવાનોને માર્ગદર્શન.

સુરક્ષા સેતુ

સુરક્ષા સેતુ

સુરક્ષા સેતુ

-સુરક્ષા સેતુ યોજના અન્વયે 1 લાખ બહેનોને સ્વરક્ષણની તાલીમ.-પોલિસ સ્ટેશન ખાતે 200 લોક દરબાર યોજવા. -નશાબંધી સમર્થનમાં મહિલા સમિતિઓ મારફતે ઝુંબેશ હાથ ધરવી. -ગ્રામ્ય મહિલા સમિતિઓની રચના કરવી. -Student Cadet Program અન્વયે 20000 નવા કેડેટસ તૈયાર કરવા. -સરહદી વિસ્તારની શાળાના બાળકોને સૈનિક તાલીમ આપવી.

સિંચાઇ યુક્ત વિસ્તાર વિસ્તરણ

-2.50 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા માટે કમાન્ડ એરિયા વિકાસ કરવો.-બે લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ માટે નર્મદા-સબ માઇનોર કેનાલ બનાવવી. -2.50 લાખ હેકટર વિસ્તારમાં માઇક્રો ઇરીગેશનની સગવડ ઉભી કરવી.

ખેલકુદ ક્ષેત્રે વિકાસ

-500 નવા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ બનાવવા . -સ્વામી વિવેકાનંદ યુવકમંડળના યુવાનોને જનવિકાસ પ્રવૃત્તિમાં જોડવા. -ખેલ મહાકુંભનું આયોજન. -Sports Schools ની સ્થાપના. -ખેલકુદ માટે સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરવી.

હસ્તકળા અને હાથશાળનું માર્કેટ ઉભું કરવું

હસ્તકળા અને હાથશાળનું માર્કેટ ઉભું કરવું

હસ્તકળા અને હાથશાળનું માર્કેટ ઉભું કરવું

-૨૫ જિલ્લા મથકે હેન્ડલુમ, હેન્ડીક્રાફટનું વેચાણ પ્રદર્શન યોજવું. -૧૦૦૦૦ કારીગરોને પર્યાવરણને અનુકુળ (ઇકો ફ્રેન્ડલી) ચીજવસ્તુના ઉત્પાદન માટે તાલીમ. -દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અન્વયે ૬૦૦૦ કારીગરોને લાભ આપવો. -હસ્તકળાના માર્કેટીંગ માટે એક માર્કેટીંગ પોર્ટલ ઉભું કરવું. -ગુજરાતના વિવિધ વિસ્તારમાં હસ્તકળાની તકનીકીનું દસ્તાવેજીકરણ કરી સંગ્રહ તૈયાર કરવો.

કૃષિ ક્ષેત્ર થકી ગ્રામ્ય વિકાસ

-૧ લાખ નવા વીજ જોડાણો મંજૂર કરવા. -સિંચાઇની 3000 કિ.મી. કેનાલોની સફાઇ કરવી. -1050 ચેક ડેમ, 800 તળાવો ઉંડા ઉતારવા. -મત્સ્યપાલકોને ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી પર સહાય આપવી. -ખેડુતોના ખેતરે સંગ્રહશકિત વધારવા 1000 ખેડૂતોને વ્યાજ સબસીડી આપવી. -તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન.

જાહેર સેવાઓ અંગેનો અધિકાર અમલી બનાવવો

-જાહેર સેવાઓ અંગે નાગરિકોને અધિકાર આપતા અધિનિયમ અન્વયે 300 સેવાઓ માટે અમલ શરૂ કરવો. -જાહેર સેવાઓ અંગે નાગરિકોને અધિકાર આપતા અધિનિયમ અન્વયે સેવા પુરી પાડવા Web Portalનું લોન્ચીંગ.

English summary
A list of next 150-day goals under Gatishil Gujarat mission of Gujarat government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X