For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને ઈમેલથી જાનથી મારવાની ધમકી, 15 વર્ષ બાદ સુનાવણી

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ગુજરાતની એક કોર્ટમાં મામલાની સુનાવણી શરૂ થઈ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ગુજરાતની એક કોર્ટમાં મામલાની સુનાવણી શરૂ થઈ છે. ઘટનાના 15 વર્ષ બાદ હવે આ મામલે સુનાવણી શરૂ થઈ છે. વર્ષ 2002 માં એક વ્યક્તિએ ઈમેલ દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે ઈમેલને ટ્રેસ કરીને આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. 15 વર્ષ વીતી ગયા બાદ હવે આ મામલાની સુનાવણી શરૂ થઈ છે.

નરેન્દ્ર મોદીને આપી હતી જાનથી મારવાની ધમકી

નરેન્દ્ર મોદીને આપી હતી જાનથી મારવાની ધમકી

વર્ષ 2002 માં મુખ્યમંત્રી રહેવા દરમિયાન નરેન્દ્ર મોદીને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ ધમકી આપી હતી કે તે ફેબ્રુઆરી, 2003 સુધીમાં નરેન્દ્ર મોદી અને તેમના સહયોગીઓ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને આરએસએસને ખતમ કરી દેશે. તેણે ઈમેલમાં લખ્યુ હતુ કે તે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, વિહિપ નેતા, પ્રવિણ તોગડિયા અને અશોક સિંઘલને પણ ખતમ કરી દેશે.

15 વર્ષ બાદ શરૂ થઈ સુનાવણી

15 વર્ષ બાદ શરૂ થઈ સુનાવણી

આ ધમકી બાદ ગુજરાત પોલિસના આતંકવાદ વિરોધી દળે આરોપીની ત્વરિત ધરપકડ કરી હતી. તેની ઓળખ ગુજરાતના જ રિઝવાન કાદરી તરીકે થઈ હતી. તેણે જ નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપી હતી. કાદરીએ મોકલેલ ઈમેલ ઓળખાયા બાદ 25 ફેબ્રુઆરી, 2003 માં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેની સામે આઈપીસીની ધારા 507 હેઠળ જાનથી મારવાની ધમકી અને સૂચના ટેકનિકલ એક્ટની ધારા 67 હેઠળ મામલો નોંધવામાં આવ્યો. ત્યારબાદ કાદરીએ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી પરંતુ 2007 માં મેજિસ્ટ્રેટે તેની યાચિકા ફગાવી દીધી હતી. હવે 15 વર્ષ બાદ તેની સામે સુનાવણી શરૂ થઈ છે.

મળી આગામી સુનાવણીની તારીખ

મળી આગામી સુનાવણીની તારીખ

આ મામલે સરકારી વકીલ પ્રતીક ભટ્ટે કહ્યુ કે ન્યાયિક મેજિસ્ટ્રેટ જે એલ પરમારે ફરિયાદી સામે ગયા સપ્તાહે આ મામલે સુનાવણી શરૂ કરી દીધી છે. આ મામલે આગામી સુનાવણી 27 જૂને થશે.

English summary
A local court has started hearing a case related to an alleged threat e-mail sent to then Gujarat chief minister Narendra Modi around fifteen years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X