For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરબે ઘૂમી એક ગાંડી અને ગોરબાપા, જુઓ તસવીરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ગુજરાતીઓનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિ વિદાય લઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસે એટલે નવમા નોરતે આબાલવૃદ્ધ મન મુકીને નવરાત્રિની મજા માણી હતી. રઢિયાળી રાતમાં રાસ ગરબાની રમઝટ તેની ચરમસીમા પર છે. યુવાધનનો ઉત્સાહ અને ઉન્માદ આકાશને આંબી રહ્યું છે. જેમ જેમ શરદ પુનમ નજીક આવી રહી છે તેમ તેમ ગાંધીનગરના અર્વાચિન નવરાત્રિત્સવોમાં પણ યૌવન ચંદ્રની જેમ ખીલતું જઈ રહ્યું છે.

નવરાત્રિમાં ખેલૈયાઓ અને તેમાંપણ ખાસ કરીને યુવતીઓ પોતાના દેખવા પ્રત્યે ખુબ સભાન હોય છે. નવરાત્રિ દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસ અને વેશભૂષાનો રંગ ઉમેરી નવરાત્રિ વધુ યાદગાર બનાવવાનો ક્રેજ જોવા મળી રહ્યો.

ગુજરાતીઓનો સૌથી વહાલો તહેવાર નવરાત્રિ હવે પૂર્ણાહૂતિના આરે છે. ત્યારે છેલ્લા નોરતાના દિવસે ગાંધીનગરમાં એક ગાંડીએ ગરબાના તાલે ઝૂમી ગાંધીનગર માથે લીધું લીધું. આ ગાંડીની ધમાચકડી લોકોને ખરેખર ગાંડા કરી દિધા હતા. તેના પર એવું ગાંડપણ સવાર થઇ ગયું કે જાણે ખરેખર આવી ગાંડી થઇ છે એમ કહેવાનું મન થાય. પણ ગભરાશો નહી આ કોઇ ખરેખર ગાંડી મહિલા ન હતી. પરંતુ ગાંધીનગર ખાતે આવેલા સત્યમેવ ફેમોસામાં નવરાત્રિ દરમિયાન વેશભૂષા કાર્યક્રમમાં એક મહિલા ગાંડીનો વેશ ધારણ કરી ગરબે ઘૂમી હતી. જ્યારે કોઇએ મહારાણા પ્રતાપની વેશભૂષા ધારણ કરી તો કોઇએ ગોરબાપાની, તો કોઇ નવપરણિત યુગલ બની ગરબા તાલે ઝૂમ્યું.

ગાંધીનગર ખાતે આવેલા સત્યમેવ ફેમોસાની વેશભૂષા નવરાત્રિ કેવી હતી, અને ગાંડીએ કેવા કર્યા ખેલ તે જોવા મળ્યા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

બાળકો રાધા-કૃષ્ણ બનીને ગરબાના તાલે ઝૂમ્યા

બાળકો રાધા-કૃષ્ણ બનીને ગરબાના તાલે ઝૂમ્યા

નવરાત્રિના અંતિમ દિવસે નાના ભૂલકાંઓ મનમૂકીને મજા માણી હતી. ગરબા દરમિયાન રાધા-કૃષ્ણ બનીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.

મન મૂકીને માણી મજા

મન મૂકીને માણી મજા

ગુજરાતીઓનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિ વિદાય લઇ રહ્યો છે ત્યારે અંતિમ દિવસે એટલે નવમા નોરતે આબાલવૃદ્ધ મન મુકીને નવરાત્રિની મજા માણી હતી.

પરી હૂં મૈં

પરી હૂં મૈં

ગાંધીનગર ખાતે આવેલા સત્યમેવ ફેમોસામાં ગરબા દરમિયાન નાની બાળકી પરીના વેશમાં ગરબે ઝૂમી રહી હતી, અને જાણે એમ કહી રહી હોય કે પરી હું મૈં....

ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ધૂમતી યુવતિ

ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ધૂમતી યુવતિ

નવરાત્રિમાં ખેલૈયાઓ અને તેમાંપણ ખાસ કરીને યુવતીઓ પોતાના દેખવા પ્રત્યે ખુબ સભાન હોય છે. નવરાત્રિ દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ધૂમતી યુવતિ.

રાધા-કૃષ્ણ બનીને ગરબે ધૂમતા ભૂલકાં

રાધા-કૃષ્ણ બનીને ગરબે ધૂમતા ભૂલકાં

નવરાત્રિના અંતિમ દિવસે નાના ભૂલકાંઓ મનમૂકીને મજા માણી હતી. ગરબા દરમિયાન રાધા-કૃષ્ણ બનીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.

ગોરબાપા ગરબે ઘૂમ્યા

ગોરબાપા ગરબે ઘૂમ્યા

નવરાત્રિના અંતિમ દિવસ સત્યમેવ ફેમેસામાં વેશભૂષા કાર્યક્રમ દરમિયાન ગોરબાપા બનીને ગરબે ઘૂમતી યુવતિ.

મહારાણા પ્રતાપ પણ ગરબાના તાલે

મહારાણા પ્રતાપ પણ ગરબાના તાલે

મહારાણા પ્રતાપની વેશભૂષા ધારણ કરી ગરબી ધૂમતો બાળક.

તારા વિના શ્યામ મને એકલડું લાગે

તારા વિના શ્યામ મને એકલડું લાગે

તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વેલો આવજે...

ગરબા તાલે આતંકવાદ અને ભ્રષ્ટાચારનો સંદેશ

ગરબા તાલે આતંકવાદ અને ભ્રષ્ટાચારનો સંદેશ

વેશભૂષા કાર્યક્રમમાં નેતા બની દેશમાં વધતા જતા આતંકવાદ અને ભ્રષ્ટાચારના પાઠ ભણવ્યા.

હેંડ પુતર ગોંગા...હેંડ પુતર ગોંગા.. નાચે શે ડોસીને ધ્રૂજ સ ટોંગા..

હેંડ પુતર ગોંગા...હેંડ પુતર ગોંગા.. નાચે શે ડોસીને ધ્રૂજ સ ટોંગા..

વેશભૂષા કાર્યક્રમમાં ડોસા-ડોસીના વેશમાં ગરબે ઘૂમી સૌના દિલ જીતી લીધા હતા, અને હાજર લોકોને સંદેશો આપ્યો હતો કે શારિરીક રીતે નહી પર માનસિક રીતે યુવાન હોવું જરૂરી છે.

રબારણ રૂડકી

રબારણ રૂડકી

દેસાઇની વેશભૂષા ગરબે ઘૂમતી મહિલાઓ.

ક્રિચર

ક્રિચર

વેશભૂષા કાર્યક્રમમાં દાનવના રૂપમાં ગરબે ઘૂમતી મહિલા.

ગાંડીએ સૌને કર્યા ગાંડા

ગાંડીએ સૌને કર્યા ગાંડા

વેશભૂષા કાર્યક્રમમાં એક મહિલાએ માનસિક રીતે અસ્વસ્થ મહિલાની વેશભૂષામાં ગરબી ઘૂમી લોકોને ખરેખર ગાંડા કરી દિધા હતા.

ગાંડીનું ગાંડપણ

ગાંડીનું ગાંડપણ

વેશભૂષા કાર્યક્રમમાં ગાંડીનું ગાંડપણ જોઇ ખરેખર લોકો અચંબામાં મુકાઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે આ મહિલા ખરેખર ગાંડી થઇ છે.

ગાંડીના ગાંડા ગરબા

ગાંડીના ગાંડા ગરબા

ગુજરાતી કહેવત છે કે ગાંડા ગાડા ન વાળે, પરંતુ અહીં જરૂર કહી શકાય કે ગાંડીએ ગરબાને નવો વળાંક વાળી દિધો હતો.

નવપરણિત કપલ

નવપરણિત કપલ

વેશભૂષા કાર્યક્રમમાં નવપરણિત કપલની વેશભૂષામાં ગરબે ઘૂમતી મહિલાઓ.

નવપરિણત યુગલ

નવપરિણત યુગલ

વેશભૂષા કાર્યક્રમમાં આ નવપરણિત યુગલે સૌને પોતાના લગ્નની પ્રથમ નવરાત્રિની યાદ અપાવી દિધી હતી.

વેશભૂષા કાર્યક્રમ

વેશભૂષા કાર્યક્રમ

નવરાત્રિના ગરબામાં બ્રેકનો સમય થતો તસવીર ખેંચાવતા વેશભૂષા ધારણ કરેલા કલાકારો.

હવળા મૂડમાં કલાકારો

હવળા મૂડમાં કલાકારો

નવરાત્રિના ગરબામાં બ્રેકનો સમય થતો તસવીર ખેંચાવતા વેશભૂષા ધારણ કરેલા કલાકારો.

જતાં જતાં ગાંડીની વધુ એક તસવીર

જતાં જતાં ગાંડીની વધુ એક તસવીર

ગરબા દરમિયાન આ ગાંડીના ગાંડપણને કેવી રીતે ભૂલી શકાય. ઇન્સેટ તસવીરમાં ગાંડી પોતાના નાસ્તાનો ડબ્બો ખોલીને બિંદાસપણે નાસ્તો કરતી જોવા મળી રહી છે.

વિડીયો

વિડીયોમાં નવરાત્રિ

English summary
A mad Woman made people crazy in garaba.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X