For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં રહેતા બિહારના મજૂરે ગામ જવા ઈચ્છતી પત્નીની લાતો મારી મારીને કરી દીધી હત્યા

સુરતના લિંબાયતમાં એક મજૂર મહિલા પોતાના ગામ જવા ઈચ્છતી હતી. જે પતિને ગમ્યુ નહિ અને તેણે આ બાબતે તેની નિર્મમતાથી હત્યા કરી દીધી.

|
Google Oneindia Gujarati News

સુરતના લિંબાયતમાં એક મજૂર મહિલા પોતાના ગામ જવા ઈચ્છતી હતી. જે પતિને ગમ્યુ નહિ અને તેણે આ બાબતે તેની નિર્મમતાથી હત્યા કરી દીધી. પત્નીને મારીને પતિએ ખુદને પોલિસને હવાલે પણ કરી દીધો. પોલિસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર પતિ દ્વારા પત્નીની હત્યા બાબતે પોલિસે ઘર કંકાશને કારણ ગણાવ્યુ છે. લિંબાયત વિસ્તારના ગોડાદરા ગણેશનગર વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. જ્યાં ભાડાના મકાનમાં રહેતા શિવહરી સિંહ સીતારામ યાદવે પોતાની પત્ની રૂમીદેવીની હત્યા કરી દીધી. શિવહરી સિંહ મૂળ બિહારના બક્સર જિલ્લાના દેવેનપુર ગામનો રહેવાસી છે.

labour

શિવહરી સિંહ અહીં કાપડ બજારમાં સામાન ઉંચકવાનુ કામ કરતો હતો. કોવિડ-19ના કારણે લૉકડાઉન લાગુ થયા બાદથી તેનો કામ ધંધો બંધ થઈ ગયો હતો. શહેરમાં કામ ન હોવાના કારણે તેની પત્ની તેને ગામ જવા માટે કહી રહી હતી. જો કે ગામ જવાની કોઈ વ્યવસ્થા ન થવાના કારણે પતિ-પત્નીમાં ઝઘડો થઈ ગયો ત્યારે રૂમીદેવી એકલી જ ગામ જવાની વાત કરી દેવધ ગામ તરફ ચાલી નીકળી. શિવહરિસિંહ તેને રોકવા માટે તેની પાછળ દોડ્યો. રૂમાદેવીને તેણે પકડી લીધી અને શેરડીના ખેતરમાં ખેંચી ગયો. તેણે રૂમાદેવીને લાતો-ઘૂંસાથી ખૂબ જ ગંભીર રીતે મારી. બેભાન થયેલી રૂમાદેવી પછી ઉઠી જ ન શકી. તે મરી ચૂકી હતી. ત્યારે શિવહરિસિંહ પણ આખી રાત ત્યાં જ બેસી રહ્યો અને સવારે 5 વાગે તેણે પોલિસને ફોન કર્યો. ત્યારબાદ લિંબાયત પોલિસ ત્યાં પહોંચી.

પોલિસ્ જોયુ કે શિવહરીસિંહ થર થર કાંપી રહ્યો હતો. તેના નિશાના પર પોલિસ ખેતરમાં પહોંચી અને તેની પત્નીની લાશને ઉઠાવીને હોસ્પિટલ મોકલી. પૂછપરછમાં પતિ શિવહરિસિંહે પોતાના ગુનો કબૂલી લીધો. પોલિસે તેને કસ્ટડીમાં લીધો અને પોલિસ સ્ટેશન લઈ ગઈ. તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલિસે જણાવ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી પતિ પત્નીમાં ઘરકંકાશ ચાલી રહ્યો હતો. પતિ સાથેની વાતચીતમાં એ સામે આવ્યુ કે શાકભાજી લીધા બાદ શિવહરિસિંહ પત્નીને ફરવા માટે દેવધ ગામ તરફ શેરડીના ખેતરમાં લઈ ગયો. ત્યાં તેને મારીને બેસી રહ્યો. સવારે પાંચ વાગે જ્યારે તેણે પોલિસને ફોન કર્યો તો તેને આશા હતી કે તેની પત્ની જીવતી હશે પરંતુ ત્યાં સુધીમાં તેનુ મોત થઈ ચૂક્યુ હતુ.

અશ્વગંધાથી કોરોના વાયરસનો ઈલાજ સંભવઃ IIT દિલ્લીનો અભ્યાસઅશ્વગંધાથી કોરોના વાયરસનો ઈલાજ સંભવઃ IIT દિલ્લીનો અભ્યાસ

English summary
A migrant worker from bihar killed his wife in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X