For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ, દૂર્ઘટનામાં માંડ માંડ બચ્યા 25 બાળકો

ગુજરાતના સુરતમાં ગુરુવારે સવારે મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં ગેસ સિલિન્ડર ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ જેના કારણે ભીષણ આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરતમાં ગુરુવારે સવારે મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં ગેસ સિલિન્ડર ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ જેના કારણે ભીષણ આગ લાગી ગઈ. આગની ચપેટમાં ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ પણ આવી ગઈ. સ્કૂલ બસમાં લગભગ 25 બાળકો સવાર હતા જેને બચાવી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટનામાં બસ, ટ્રક, ટેમ્પો અને રીક્ષા બળીને ખાખ થઈ ગયા. વળી, દૂર્ઘટનાની સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની 5 ગાડીઓને આગ પર કાબુ મેળવ્યો. દૂર્ઘટનામાં કોઈ દુઃખદ સમાચાર નથી.

surat accident

માહિતી મુજબ આ દૂર્ઘટના ઓલપાડ વિસ્તારમાં બની છે. અહીં ઈન્ડિયન ઑઈલ એલપીજી સિલિન્ડરથી ભરેલુ એક ટ્રક ઓલપાડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યુ હતુ. ત્યારે અચાનક ટ્રક દૂર્ઘટનાનો શિકાર બની ગયુ. એનાથી ટ્રકમાં આગ લાગી ગઈ અને ધમાકા પણ થવા લાગ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ સ્કૂલ બસ પણ આગની ચપેટમાં આવી ગઈ. બસમાં લગભગ 25 બાળકો સવાર હતા અને મહામહેનત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સિલિન્ડર ફાટવાને કારણે જોરદાર ધમાકા થયા જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો.

surat accident

વળી, સિલિન્ડર બ્લાસ્ટની સૂચના પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. ઘણી વાર સુધી પ્રયત્ન કર્યા બાદ કોઈ રીતે આગ પર કાબુ મેળવાયો. આ દૂર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આગ લાગવાના કારણે ટ્રક અને બસ સંપૂર્ણપણે બળી ગયા છે. આગ લાગવાથી ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકને પણ ઘણુ નુકશાન થયુ છે. તમને જણાવી દઈએ કે દૂર-દૂર સુધી સિલિન્ડર જમીન પર વિખેરાયેલા પડ્યા હતા.

આ પણ વાંચોઃ OMG: અમદાવાદમાં અત્યાર સુધીનુ ભારે ચાલાન કપાયુ, લાગ્યો 27.68 લાખનો દંડઆ પણ વાંચોઃ OMG: અમદાવાદમાં અત્યાર સુધીનુ ભારે ચાલાન કપાયુ, લાગ્યો 27.68 લાખનો દંડ

English summary
a mini truck full of LPG cylinders overturned in Surat, Multiple explosions occured. 25 children saved.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X