For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

“નારી વંદન ઉત્સવ” સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ અધારીત વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમનું આય

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે "નારી વંદન ઉત્સવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧ થી ૭ ઓગષ્ટ દરમિયાન રાજ્યભરમાં "નારી વંદન ઉત્સવ"ની ઉજવણી કરવામાં આવશે.

Bhupendra Patel

"નારી વંદન ઉત્સવ"ની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે. આ સપ્તાહ દરમિયાન અલગ અલગ થીમ અધારીત ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તા.૧લી ઓગષ્ટે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહિલાલક્ષી કાયદાની જાગૃતતા, સાયબર ગુનાઓ/ SHE-ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન, કાયદાકીય અને યોજનાકીય જાગૃતિના સેમિનાર યોજાશે. તે ઉપરાંત IEC વિતરણ, સ્વ-બચાવ અંગેનું નિદર્શન - સુરક્ષા સેતુ દ્વારા કરવામાં આવશે.

તા.૨ જી ઓગષ્ટે બેટી બચાવો-બેટી પઢાવો દિવસની ઉજવણી કરાશે. જેમાં જિલ્લા કક્ષાએ વિશેષ સિધ્ધિઓ મેળવી હોય તેવી મહિલાઓનું સન્માન, વિવિધ યોજનાઓનાં મંજૂરી હુકમોનું વિતરણ, "બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ" નિમિતે જાગૃતિ કાર્યકમો, વિવિધ આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે. તેવી જ રીતે તા.૩જી ઓગષ્ટે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાશે. મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે રોજગારીનું સર્જન કરવા માટે દરેક જિલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન દ્વારા મહિલા સ્વરોજગાર મેળા આયોજિત કરાશે. તા.૪થી ઓગષ્ટે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાશે. મહિલા જાગૃતતા શિબીર, મહિલા સરપંચ/તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન, પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિશે સંવાદ, ખેતીવાડી ક્ષેત્રે અને ડેરી-પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલા ખેડૂતોનું સન્માન તેમજ ખાસ મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવનાર છે.

તા.૫મી ઓગષ્ટે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ જાગૃતતા સેમિનાર, માનસિક સ્વાસ્થય વિશે જાગૃતિ, પ્રતિકાર સીડીનું નિદર્શન સહિતન કાર્યકમો આયોજિત કરવામાં આવનાર છે. જ્યારે તા. ૬ ઓગષ્ટે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાશે. જેમાં શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ તથા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રો, મહિલા ITI કોલેજો ખાતે વિષય નિષ્ણાંત દ્વારા સમજ, મહિલા કલ્યાણકારી યોજના વિશે જાગૃતિકરણ, વિવિધ હેલ્પલાઇનની કામગીરી તથા ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું જાહેર સન્માન ઉપરાંત વિવિધ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરાશે. આ તા.૭ ઓગષ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. જેમાં જાગૃતિ શિબિર, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, આંગણવાડી કેન્દ્રો ખાતે પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન તથા આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શો તથા મહિલાઓ અને યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરાશે.

English summary
A Saptha Nari Vandana festival will be celebrated in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X