
હેડ કલર્કની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
રાજ્યમાં પરીક્ષાના પેપર લીક થવાની અને ગૌણ સેવા પસંદગી મડળી પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલમાં સતત બની રહ્યા છે. તે બંધ થવાનું નામ નથી લેતા ત્યારે યુવાનો માટે લડત ચલાવતા યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષામાં ફરીવાર ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે પુરાવા મીડિયા સમક્ષ રજૂક ર્યા હતા.
યુવરાજસિંહ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ નામનો યુવાન OMR સ્કેનર એજેન્સીમાં કામ કરનાર યુવાન દ્વારા હેડ કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ આચરતો. હાર્દિક પટેલ દ્વારા પરીક્ષાર્થીઓ પાસે OMR શીટની ડિટેઇલ લઇને ખાલી મકવામાં આવેલ શીટના પ્રશ્નોને ભરી દેતો હતો.
આ મામલે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, અમારી પાસે તાજના સાક્ષીઓ તેમજ પૈસાની લેવડદેવડ ના આધારપુરાવા પણ ઉપલ્બધ હોવાનું જણાવ્યું હતુ . હેડ કલર્કા પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓએ આપેલા નાણા પરત માંગવાનો ઓડિયો પણ યુવરાજસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
યુવરાજસિંહ જાડેજાએ હેડ ક્લાર્કની પરીક્ષાને લઇને દાવો કરતા જણાવ્યું છે કે, '2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં. રૂપિયા 5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું. હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફોડનારા આરોપીઓને પકડવાના હજુ બાકી છે. જવાબદાર અધિકારીઓ અને પોલીસ તંત્રને આ મામલે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં છે. તેમજ ATDOમાં પણ જે વ્યક્તિ OMR કોરી રાખીને આવ્યા હતાં, ધવલભાઇ પરીખ તે બાબતે પણ CMOમાં જાણ કરવામાં આવી હતી છતાં આ વ્યક્તિને લઇને કોઇ પણ પ્રકારની તપાસ નથી કરવામાં આવી.
યુવરાજસિંહએ આ મામલે વધુમા જણાવ્યુ હતુ કે,'12/12/2021ના રોજ લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાના અમુક લોકો હજુ પણ પકડવાના બાકી છે. પ્રાંતિજની જેમ પાલિતાણામાં પણ 22 ઉમેદવારોને પેપરની કોપી અપાઈ હતી. પાલિતાણાના જૈન દેરાસરમાં 22 ઉમેદવારોને રાખવામાં આવ્યા હતાં. ધોળકામાં પણ કેટલાંક લોકોએ એકત્રિત થઈને પેપર ફોડયું હતું. તુષાર મેર નામનો વ્યક્તિ પેપર લીકમાં સંકળાયેલ છે. પ્રાંતિજના મુખ્ય આરોપી દાનાભાઈ ડાંગર છે અને તેમના જ સગાભાઈ ઘનશ્યામ ડાંગર પણ હાલ રેકેટ ચલાવે છે.