For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતથી ઝડપાયું નકલી આધાર કાર્ડનું મોટું રેકેટ

સુરતમાં ઝડપાયું નકલી આધારકાર્ડ બનાવવાનું મોટું રેકેટ. એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ રેકેટમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

સુરતની પોલીસે આ મામલે હિરેન પ્રજાપતિ અને પ્રશાંત પ્રધાન નામના બે લોકોની ધરપકડ કરી છે. આ બંને લોકો ફેક આધાર કાર્ડ બનાવાનું કામ કરતા હતા. નોંધનીય છે કે આધાર કાર્ડને સૌથી સુરક્ષિત ઓળખપત્ર મનવામાં આવે છે. અને સરકાર દાવો કરે છે કે આ ખોટા આધાર કાર્ડ બનાવવા શક્ય જ નથી. આ તમામની વચ્ચે બોયોમેટ્રિક ડેટા માટે રબ્બરના અંગૂઠાનો ઉપયોગ કરીને ફેંક આધાર કાર્ડ બનાવવાનું કાવતરું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતની પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ લગભગ એક વર્ષ કરતા વધુ સમયથી આ બંને લોકો આ ફેક આધાર બનાવવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા તેમ માનવામાં આવે છે. ગત શનિવારે સ્થાનિક લોકોની ફરિયાદના આધારે કૈલાસ નગર ચોકીથી આ બંને લોકોને પોલીસે પકડ્યા છે.

aadhar

પ્રજાપતિ પાનકાર્ડથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર એક એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે અને પ્રધાને સાથે મળીને અમદાવાદના એક હિતેશ નામના વ્યક્તિ સાથે મળીને આ કૌભાંડ બહાર પાડ્યું છે. હિતેશ આ લોકોને તેવા લોકોની ડિટેલ આપતો હતો જે આધાર કાર્ડ માટે અધિકૃત હોય. હિતેશ આવી જ જાણકારી વાળી પેનડ્રાઇવ 6,000 રૂપિયામાં આ લોકોને વેચી હતી. આ પેનડ્રાઇવમાં નેશનલાઇન બેંક ઓફિસર પ્રશાંત મોરવાડિયાની જાણકારી હતી. મોરવાડિયા, યુઆઇડીએઆઇના અધિકૃત એજન્ટ હતા અને તેમની આ ડિટેલ અને અંગૂઠાના નિશાનથી તમે કોઇના પણ આધાર કાર્ડને બનાવી શકતા હતા. રબ્બરની થમ્પ પ્રિન્ટ બનાવી આજ જાણકારીનો ઉપયોગ કરીને આ બંને લોકો અનઅધિકૃત રીતે લોકોનો આધાર કાર્ડ બનાવી આપતા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર મુજબ આ કામ લગભગ એક વર્ષથી ચલાવવામાં આવી રહ્યું હતું.

English summary
Aadhaar card tampering racket busted in Surat. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X