AAPએ ગુજરાત ચૂંટણી 2022ની તૈયારી રૂપે શરૂ કર્યુ 50 દિવસમાં 50 લાખ સભ્યપદનુ અભિયાન
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ હમણા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યા બાદ હવે સોમવારે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગ રુપે 50 દિવસમાં 50 લાખ સભ્યપદ કરવાનુ અભિયાન શરૂ કર્યુ. રાજ્ય એકમના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યુ કે, 'મિશન 2022' યોજના હેઠળ પાર્ટી આગામી 6 મહિનામાં 55,000 બૂથ કક્ષાની સમિતિઓ ખોલશે અને જિલ્લાની સ્થાપનાને મજબૂત બનાવવાના પ્રયત્નો કરશે.'
વધુમાં ઈટાલિયાએ જણાવ્યુ કે, 'લોકોએ મિસ્ડ કૉલ આપવા અને આપના સભ્ય બનવા માટે અમે 72800-38003, મોબાઈલ નંબર શરૂ કરી રહ્યા છે. અમે 2022ની ચૂંટણી પૂરી તાકાતથી લડીશુ અને આ વખતે ભાજપને જીતવા નહિ દઈએ.' દિલ્લીના આપના ધારાસભ્ય અને પક્ષના ગુજરાત પ્રભારી ગુલાબસિંહે કહ્યુ કે, 'રાજ્યમાં તેના દક્ષિણ ઝોન પ્રભારી મનોજ સોરઠિયાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અદભૂત કામગીરી બદલ ઈનામ તરીકે જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.' સોરઠિયાએ જણાવ્યુ કે 2022ની વિધાનસભાની ચૂંટણી ભાજપ અને આપ વચ્ચે સીધી હરિફાઈ હશે.
PM મોદી ભારત-બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુ પુલનુ કરશે ઉદઘાટન