અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે કર્યા દેખાવો

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: હવે ધીરે ધીરે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પોતાનો પગ પેસારો કરી રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીએ ગેસના ભાવમાં કરેલા બેફામ વધારા સામે આમ આદમી પાર્ટી મેદાને પડી છે. પાર્ટીનું માનવું છે કે 'રાજકીય પક્ષો સાથે મિલીભગત કરીને રિલાયન્સ કંપની ભારતની આમ જનતાના અબજો-ખર્વો રૂપિયા લુંટી રહી છે. ખુલ્લે આમ ચાલતી આ લુંટ-માર અને ભ્રષ્ટાચાર સામે બધા જ રાજકીય પક્ષોએ હોઠ સીવી લીધા છે, ત્યારે પાર્ટીએ સત્ય ઉજાગર કરવા માટે આ પહેલ કરી છે.'

આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વ્રજ કોમ્પ્લેક્ષ, પાલડી, અમદાવાદ ખાતે આવેલી રિલાયન્સ કંપનીની ઓફીસ સામે ૨ કલાક સુધી દેખાવો કર્યા હતાં, અને રિલાયન્સ, મુકેશ અંબાણી અને ભ્રષ્ટાચારી રાજકીય પક્ષો સામે જોરદાર સુત્રોચ્ચારો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી અને મોટી સંખ્યામાં તેમના સુરક્ષાકર્મીઓ આ દેખાવો અને સુત્રોચ્ચાર જોઇને ઓફિસની બહાર આવી ગયા હતા. અમદાવાદ પોલીસ પણ માત્ર રિલાયન્સની સુરક્ષાની જવાબદારી જ સંભાળતી હોય તેમ મોટી સંખ્યામાં વાહનો અને પોલીસ દળ સાથે હાજર હતી.

અમદાવાદ, પાલડી ખાતે આવેલી રિલાયન્સની ઓફીસ સુધી પહોંચવાની પરવાનગી પણ પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. આમ છતાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે જોડાયેલ જાહેર જનતાએ દેખાવો ચાલુ રાખ્યા હતા અને સૂત્રોચ્ચારોથી વાતાવરણ ગજવી મુક્યું હતું. પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, તેમજ અમારા પ્રદર્શનને લોકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા
  
આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા

હવે ધીરે ધીરે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પોતાનો પગ પેસારો કરી રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીએ ગેસના ભાવમાં કરેલા બેફામ વધારા સામે આમ આદમી પાર્ટી મેદાને પડી છે.

આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા
  
આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા

પાર્ટીનું માનવું છે કે 'રાજકીય પક્ષો સાથે મિલીભગત કરીને રિલાયન્સ કંપની ભારતની આમ જનતાના અબજો-ખર્વો રૂપિયા લુંટી રહી છે. ખુલ્લે આમ ચાલતી આ લુંટ-માર અને ભ્રષ્ટાચાર સામે બધા જ રાજકીય પક્ષોએ હોઠ સીવી લીધા છે, ત્યારે પાર્ટીએ સત્ય ઉજાગર કરવા માટે આ પહેલ કરી છે.'

આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા
  
આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા

આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વ્રજ કોમ્પ્લેક્ષ, પાલડી, અમદાવાદ ખાતે આવેલી રિલાયન્સ કંપનીની ઓફીસ સામે ૨ કલાક સુધી દેખાવો કર્યા હતાં, અને રિલાયન્સ, મુકેશ અંબાણી અને ભ્રષ્ટાચારી રાજકીય પક્ષો સામે જોરદાર સુત્રોચ્ચારો કર્યા હતા.

આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા
  
આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી અને મોટી સંખ્યામાં તેમના સુરક્ષાકર્મીઓ આ દેખાવો અને સુત્રોચ્ચાર જોઇને ઓફિસની બહાર આવી ગયા હતા. અમદાવાદ પોલીસ પણ માત્ર રિલાયન્સની સુરક્ષાની જવાબદારી જ સંભાળતી હોય તેમ મોટી સંખ્યામાં વાહનો અને પોલીસ દળ સાથે હાજર હતી.

આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા
  
આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા

અમદાવાદ, પાલડી ખાતે આવેલી રિલાયન્સની ઓફીસ સુધી પહોંચવાની પરવાનગી પણ પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. આમ છતાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે જોડાયેલ જાહેર જનતાએ દેખાવો ચાલુ રાખ્યા હતા અને સૂત્રોચ્ચારોથી વાતાવરણ ગજવી મુક્યું હતું.

આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા
  
આમ આદમી પાર્ટીએ રિલાયન્સ સામે દેખાવો કર્યા

પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, તેમજ અમારા પ્રદર્શનને લોકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

English summary
Aam Adami Party protested against Mukesh Ambani at paladi in Ahmedabad.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.