For Quick Alerts
For Daily Alerts

પોરબંદરના રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 10 કામદારોના મોત
પોરબંદરના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માકત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા છે. ચીમની રિપેરિંગ વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. ચીમની રિપેરિંગ સમયે 17 મજૂરો રિપેરિંગ કામ કરતા હતા. બપોરે 3 કલાકની ઘટનાની જાણ તંત્રને સાંજે કરાઈ હતી. આ દુર્ઘટનાને પગલે કલેક્ટર, પોલીસ વડા ફેક્ટરીએ પહોંચ્યા છે.

ગુજરાત : સિમેન્ટ ફેક્ટરીમાં 85 ફૂટ ઊંચી ચિમનીના સમારકામ માટે બાંધેલો માચડો તૂટી પડતા 5-6 મજૂરો દટાયાની આશંકા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે. નોંધનીય છેકે આ અભિનેત્રી જુહી ચાવલાના પતિની આ ફેક્ટરી છે.
Comments
porbandar cement government vijay rupani death worker પોરબંદર સિમેન્ટ સરકાર વિજય રૂપાણી મૃત્યુ કામદાર મજુર
English summary
Accident at Ranavav Cement Factory in Porbandar, 10 workers Died
Story first published: Thursday, August 12, 2021, 22:11 [IST]