For Quick Alerts
For Daily Alerts
નેશનલ હાઈવે પર બે લક્ઝરી વચ્ચે અકસ્માત, 3ના મોત, 5 ઘાયલ
વડોદરામાં નેશનલ હાઇવે નં-8 પર જાંબુવા બ્રિજ પાસે બે લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને 5 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મકરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ વડોદરામાં જાંબુવા બ્રિજ પાસે મુંબઈ તરફ જતી બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોને ઉતારવા માટે રોડ પર ઉભેલી લકઝરી બસને પાછળથી આવી રહેલી અન્ય લકઝરી બસે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા હતા તથા 5 લોકોને ઇજા પહોંચી હતી. તમામ ઇજગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતને લઇ નેશનલ હાવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો, વાહનોની લાંબી કતાર લાગી હતી.