ગુજરાતઃ સુરેન્દ્રનગરમાં કારની સ્ટિયરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા 4ના મોત

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કોઠારિયા ગામ પાસે આજે જાનલેવા અકસ્માત થયો.

સુરેન્દ્રનગરઃ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કોઠારિયા ગામ પાસે આજે જાનલેવા અકસ્માત થયો. અહીં એક કાર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. જેનાથી ચાર લોકોના મોત થઈ ગયા. ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે આ દૂર્ઘટના કાર ચલાવી રહેલ ડ્રાઈવરના સ્ટિયરિંગથી કાબુ ગુમાવી દેવાના કારણે બની. સૂચના મળતા જ પોલિસ તેમજ પ્રશાસનની ટીમો પહોંચી અને રાહત તેમજ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ.

accident

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે સુરેન્દ્રનગર લખતર રોડ પર એક કાર ઝાડ સાથે અથડાઈ જતા લખતર ગામના જ કુંભાર પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં 3 મહિલા અને એક પુરુષનુ મોત થયુ છે. મૃતક પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે કોઠારિયા ગામ પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આના થોડા કલાક પહેલા જ ગુજરાતના વડોદરા જિલ્લામાં ભીષણ અકસ્માત થયો હતો જ્યાં અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર વાઘોડિયા ચોકડી બ્રીજ પર એક ડમ્પર અને આઈશર ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ દૂર્ઘટનામાં 5 મહિલાઓ સહિત 9 લોકોના જીવ જતા રહ્યા. લગભગ 15 લોકો દૂર્ઘટનાની ચપેટમાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X