ગુજરાત ચૂંટણી પર 1000 કરોડનો સટ્ટો!! BJP કરશે વાપસી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત અને મુંબઇમાં સટ્ટેબાજોનું માનવું છે કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં 118થી 120 બેઠકો જીતે એવી શક્યતા છે. જો કે, શક્યતા છે કે ભાજપ 182માંથી માત્ર 100 બેઠકો જીતે અને કોંગ્રેસ 80 બેઠકો સુધી જીતી જાય. આવી સંભાવનાઓ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સટ્ટેબાજોએ લગભગ 1000 કરોડ રૂપિયાનો સટ્ટો લગાડ્યો હોય એવી શક્યતા છે.

કોણ જીતશે?

કોણ જીતશે?

ભારતમાં સટ્ટેબાજી ગેરકાયદેસર છે, પરંતુ આ પ્રકારના પ્રમુખ કાર્યક્રમો - ચૂંટણી, મેચ વગેરે નજીક આવતા હોય ત્યારે સટ્ટાબાજીનો વ્યવસાય શરૂ થઇ જતો હોય છે. આ અંડરગ્રાઉન્ડ વ્યવસાયમાં સક્રિય સટ્ટેબાજોને ઘણીવાર ક્રિકેટ અને ચૂંટણી જેવા સમયે સંભાવિત આખરી પરિણામ અંગે સારી જાણકારી હોય છે. જો કે, આ પરિણામો કોઇ રીતે વિશ્વસનીય નથી હોતા અને ક્યારેક ચીજવસ્તુઓને ખોટી રીતે પણ રજૂ કરી દે છે.

1000 કરોડનો સટ્ટો

1000 કરોડનો સટ્ટો

નામ ન છાપવાની શરતે એક બુકી તરફથી હિંદુસ્તાન ટાઇમ્સને આપવામાં આવેલ જાણકારી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર આ વખતે 1000 કરોડનો સટ્ટો લાગ્યો છે. સટ્ટાબાજો અનુસાર, ભાજપ સત્તામાં આવશે, પરંતુ સંભવના છે કે વર્ષ 2012ની સરખામણીએ ભાજપને ઓછી બેઠકો મળે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 119 બેઠકો મળી હતી.

આ છે રેટ

આ છે રેટ

સટ્ટાબાજો અનુસાર, સૌથી વધુ સંભાવના એવી છે કે ભાજપના ભાગે 118થી 120 બેઠકો આવે. સટ્ટાબાજોને ભાજપની જીત પર 1 રૂપિયાની સામે 1.25 રૂપિયા મળશે અને કોંગ્રેસની જીત પર 1 રૂપિયા સામે 3 રૂપિયા મળશે. નવેમ્બરની શરૂઆતમાં કોંગ્રેસની જીત પર 1 રૂપિયા સામે 7 રૂપિયા આપવાનો રેટ હતો. પરંતુ મહિનાના અંત સુધીમાં લોકોની ધારણામાં ખાસું પરિવર્તન આવ્યું છે. ચૂંટણીની હરીફાઇ ખરી રીતે જોતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, જો કે અન્ય પક્ષો પણ મોદાનમાં છે. આમ આદમી પાર્ટીની જીત પર સટ્ટેબાજો 1 રૂપિયાની સામે 10 રૂપિયા, શિવસેના પર 1 રૂપિયા સામે 25 રૂપિયા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર એક રૂપિયા સામે 30 રૂપિયા આપવા સટ્ટેબાજો તૈયાર છે.

વર્તમાન સમીકરણ

વર્તમાન સમીકરણ

ભાજપ રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી સત્તા પર આરૂઢ છે, પરંતુ પાટીદાર આંદોલન અને ત્યાર બાદ દલિત આંદોલન બાદ ભાજપ થોડું નબળું પડ્યું છે. ચૂંટણી સમયે ભાજપની આ નબળાઇનો લાભ લેવાનો પૂરો પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે. એના પરિણામે કોંગ્રેસ પક્ષ થોડો મજબૂત પણ થયો છે. ભાજપના એકચક્રી શાસનને આ વખતે કોંગ્રેસ બરાબરની ટક્કર આપી રહ્યું છે. વળી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલ વડાપ્રધાન છે અને વડાપ્રધાન બન્યા બાદ દેશમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં મોટા ભાગના રાજ્યોમાં ભાજપની આગેવાનીમાં સરકાર બની છે. આથી ગુજરાતની ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે.

English summary
According to Bookies, BJP is going to win 118-120 seats in Gujarat Elections 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.