For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ONGC ના નિવૃત ડેપ્યુટી મેનેજર સાથે રૂપિયા 71 લાખનું ચીંટીગ કરનાર આરોપી પકડાયો

ઓએનજીસીના નિવૃત ડેપ્યુટી મેનેજર સાથે રૂપિયા 71 લાખનું ચીંટીગ કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને વર્ષ 2016 ઓનલાઇન છેતરપીંડીનો કેસ ઉકેલવામાં ખુબ મોટી સફળતા મળી છે. જેમાં પોલીસે રૂપિયા 65 લાખની છેતરપીંડી કરનાર દિલ્હીના ઠગને ઝડપી લીધો છે. આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદ ઓએનજીસીમાં રીટાયર્ડ ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા શશીધરને ફરિયાદનો નોંધાવી હતી કે તેમને જાન્યુઆરી 2016માં બેંકમાંથી કોલ આવ્યો હતો કે તમારા સસ્પેન્ડ એકાઉન્ટમાં રૂપિયા 71 લાખ જમા છે. જે તમને બેંક પરત આપવા ઇચ્છે છે પણ આ માટે કેટલીક પ્રોસીસર પુરી કરવી પડશે. બીજી તરફ શશીધરન વર્ષ 2015માં જ નિવૃત થયા હોવાથી તે 71 લાખ મેળવવાની લાલચમાં આવી ગયા હતા. અને પૈસા મેળવવા માટેની પ્રોસેસ કરવા માટે તૈયાર થઇ ગયા હતા અને કોલ કરનારે ધીમે ધીમે વિશ્વાસમાં લઇને તેમના ઇમેઇલ પર આરબીઆઇ (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) અને બેંકના બનાવટી કાગળો બનાવીને મેઇલ કર્યા હતા.

crime

જેમાં ચાર મહિનામાં તેમણે 65 લાખ જેટલી રકમ ચુકવી દીધી હતી. જો કે ત્યારબાદ કોલ કરનારે તેમનો કોલ રીસીવ કરવાનો બંધ કરી દીધો હતો અને ઇમેઇલ પર પણ કોઇ રીસ્પોન્સ ન મળતા શશીધરનને છેતરાયાનો અહેસાસ થયો હતો અને તેમણે સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસે આઇપીસીની કલમ 406, 420, 465, 467, 471, 120 (બી) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (સી) અને (ડી) મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પણ આ ચીટીગ કરનાર આરોપીઓ અંગે કોઇ કડી મળી નહોતી.

જો કે પોલીસે તમામ ટેકનીકલ સર્વેલન્સની તાકાત લગાવી દીધી હતી અને કેટલીક મહત્વની માહિતી મળી હતી જે સાઇબર સેલના અધિકારીઓએ દિલ્હી તથા અન્ય શહેરોમાં આપી હતી અને જેમા પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે ચીટીંગ કરનાર આરોપી રાજેશ વત્સ કે જેણે ચીંટીગ કરવા માટે સ્ટેટ બેંક ઓફ પટીયાલાના બેંકના ખાતાનો ઉપયોગ કર્યો હતો. અને તે દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે તેને દિલ્હીથી ધરપકડ કરીને અમદાવાદમાં લાવીને કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કર્યો હતો.

English summary
Accused who stole Rs 71 lakh from ONGC retired deputy manager arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X