• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસારામ કેસ: વધુ એક સાક્ષી પર એસિડ હુમલો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 માર્ચ: અમદાવાદના સુરતમાં આસારામ શારીરિક શોષણ કેસમાં વધુ એક સાક્ષી પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ ઉપાધ્યક્ષ શોભા ભુટાડાએ પત્રકારોને જણાવ્યું કે બળાત્કારના મામલામાં જેલમાં બંધ આસારામ વિરુદ્ધ સાક્ષી દિનેશ ચંદભાઇ પર બદમાશોએ વેસુ વિસ્તારમાં એસિડથી હુમલો કર્યો છે. દિનેશ મોટરસાયકલ પર પસાર થઇ રહ્યો હતો ત્યારે જ બદમાશોએ તેની પર હુમલો કરી દીધો. ઘાયલ દિનેશને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે ત્રણમાંથી બે બદમાશ એસિડ ફેંક્યા બાદ ફરાર થઇ ગયા, જ્યારે એકને પોલીસે પકડી લીધો છે. આસારામ બળાત્કાર મામલે સાક્ષી પર આ બીજો અને આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઇને બળાત્કાર મામલામાં ત્રીજો હુમલો છે. આ પહેલા નારાયણ સાઇ બળાત્કાર મામલે ફરિયાદ કરનાર મહિલાના પતિ પર ગયા મહિને હુમલો કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ એક સગીર વયની યુવતીના શારિરીક શોષણના મામલામાં જેલમાં બંધ છે. સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાઇ પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેને આરોપ લગાવ્યો હતો કે આસારામે અમદાવાદના આશ્રમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે નાની બહેને ફરિયાદ નોંધાવી હતી કે નારાયણ સાંઇએ સુરતની પાસે આશ્રમમાં તેની સાથે ઘણીવાર બળાત્કાર કર્યો હતો.

આજે હોળીનો દિવસ છે. આસારમ જેલમાં બેઠા બેઠા પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા હશે અને તેમાંય ખાસ પોતાની પિચકારીના ફૂવારાને જેમાં રંગાવા માટે તેમના ભક્તો પડાપડી કરતા હતા.

English summary
Acid attack on witness' aide in rape case against Asaram Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X