• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અડવાણી,રાજનાથ અને મોદીએ ભાવનાબેન ચિખલીયાને અપર્ણ કર્યા શ્રધ્ધાસુમન

By Kumar Dushyant
|

ગાંધીનગર, 1 જૂલાઇ: ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢમાં ભાજપાના મહિલા અગ્રણી અને પૂર્વસાંસદ સ્વ. ભાવનાબેન ચીખલીયાના સ્વર્ગવાસ નિમિત્તે શ્રધાંજલિ આપવા યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી ભાવભરી આદરાંજલિ સ્વ. ભાવનાબેન ચીખલીયાને અર્પણ કરી હતી.

હ્વદયરોગના હુમલાથી અકાળ ચીરવિદાય લીધેલા સ્વ. ભાવનાબેન ચીખલીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આજે બપોરે જૂનાગઢના સ્વામિનારાયણ અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના સભાકક્ષમાં યોજાયેલી આ પ્રાર્થનાસભામાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અગ્રણીઓ સૌએ ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

લાલકૃષ્ણ અડવાણીએ સ્વ. ભાવનાબહેન ચિખલીયાને ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું કે ભાવનાબહેનની વિદાય એ ન માત્ર ભારતીય જનતા પક્ષને જ નહીં દેશની રાજનિતીને એક મોટું નુકશાન છે.

પોતે જ્યારે જ્યારે સોમનાથ વાયા કેશોદ આવતા ત્યારે હંમેશા ભાવનાબહેન તેમની સાથે જોડાતા તે તથા સંસદમાં તેમની સક્રિયતાના સંસ્મરણોને વર્ણવીને, અડવાણીએ આજે આ શોકસભામાં આટલી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો તે સ્વ. ભાવનાબહેન પ્રત્યેના લોકઆદરનું પ્રતીક ગણાવી, શોકગ્રસ્ત ચીખલીયા પરિવારને ઊંડી દિલસોજી પાઠવી સ્વ. ભાવનાબહેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજનાથ સિંહે કહ્યું હતું કે માનવ કે માનવેત્તર સૌ કોઇએ એક દિવસ તો જવાનું જ હોય છે છતાં જ્યારે કોઇ સમયથી પહેલું ચાલ્યું જાય છે ત્યારે એ આઘાત અસહય બને છે એવું દુઃખ વ્યકત કરી સ્વ. ભાવનાબહેનને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે દેશની રાજનીતિને આજે વિદૂષી મહિલાઓની નીતાંત આવશ્યકતા છે, તેવા કપરા સમયે ભાવનાબહેને આપણી વચ્ચેથી વિદાય લીધી છે. રાજનાથ સિંહે ભાવનાબહેનની સક્રિય સંસદીય કારકીર્દીને બિરદાવી, તેમના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સ્વ. ભાવનાબેનના સ્વર્ગવાસથી ધોરણે શોકાતુર પરિવારજનોને સાંત્વના આપતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભાજપાની કાર્યસંસ્કૃતિને પચાવનારા સ્વ. ભાવનાબેનમાં સેવા-નિષ્ઠાની અદ્દભૂત શક્તિ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવવિભોર સ્વરે જણાવ્યું કે પક્ષ અને પરિવારના અત્યંત શક્તિશાળી નિકટના સાથી ગૂમાવ્યા છે. તેમના પરિવારને ધૈર્ય આપવા માટે સાંત્વનાના શબ્દો પણ ઓછા પડે તેમ છે.

આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબહેન ત્રિવેદી, કૃષિ રાજ્યમંત્રી ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપા પ્રમુખ આર. સી. ફળદુ, પરસોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્યો, મહેન્દ્રભાઇ મશરૂ, શ્રીમતી ભાનુબહેન બાબરીયા, રાજ્યસભાના સભ્ય મનસુખભાઇ માંડવીયા, મહિલા અગ્રણી શ્રીમતી હેમાબહેન આચાર્ય, પીઢ અગ્રણી નારસિંહભાઇ પઢિયાર, જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઇ ભાલાળા, પૂર્વ મંત્રી મોહનભાઇ પટેલ, પૂર્વ સંસદીય સચિવ એલ. ટી. રાજાણી, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ મંત્રી દેવાણંદભાઇ સોલંકી, અગ્રણી રાજુભાઇ ધ્રુવ, પૂ. ભારતીબાપુ, પરબના પૂ. કરશનદાસ બાપુ, સંત ઇન્દ્રભારતી તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, મોટીસંખ્યામાં પ્રજાજનો સદ્દગતને શ્રધ્ધાંજલિ અર્પવા ઉપસ્થિત રહયા હતા.

એકમંચ પર જોવા મળ્યા અડવાણી-રાજનાથ-મોદી

એકમંચ પર જોવા મળ્યા અડવાણી-રાજનાથ-મોદી

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢમાં ભાજપાના મહિલા અગ્રણી અને પૂર્વસાંસદ સ્વ. ભાવનાબેન ચીખલીયાના સ્વર્ગવાસ નિમિત્તે શ્રધાંજલિ આપવા યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી ભાવભરી આદરાંજલિ સ્વ. ભાવનાબેન ચીખલીયાને અર્પણ કરી હતી.

એકમંચ પર જોવા મળ્યા અડવાણી-રાજનાથ-મોદી

એકમંચ પર જોવા મળ્યા અડવાણી-રાજનાથ-મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચુંટણી અભિયાન સમિતિની કમાન સોપ્યા બાદ પ્રથમ વાર નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી એક મંચ પર જોવા મળ્યા હતા.

એકમંચ પર જોવા મળ્યા અડવાણી-રાજનાથ-મોદી

એકમંચ પર જોવા મળ્યા અડવાણી-રાજનાથ-મોદી

જૂનાગઢના સ્વામિનારાયણ અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના સભાકક્ષમાં યોજાયેલી આ પ્રાર્થનાસભામાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અગ્રણીઓ સૌએ ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ભાવનાબેન ચિખલીયાને અપર્ણ કર્યા શ્રધ્ધાસુમન

ભાવનાબેન ચિખલીયાને અપર્ણ કર્યા શ્રધ્ધાસુમન

આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબહેન ત્રિવેદી, કૃષિ રાજ્યમંત્રી ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપા પ્રમુખ આર. સી. ફળદુ, પરસોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્યો, મહેન્દ્રભાઇ મશરૂ, શ્રીમતી ભાનુબહેન બાબરીયા, રાજ્યસભાના સભ્ય મનસુખભાઇ માંડવીયા, મહિલા અગ્રણી શ્રીમતી હેમાબહેન આચાર્ય, પીઢ અગ્રણી નારસિંહભાઇ પઢિયાર, જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઇ ભાલાળા, પૂર્વ મંત્રી મોહનભાઇ પટેલ, પૂર્વ સંસદીય સચિવ એલ. ટી. રાજાણી, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ મંત્રી દેવાણંદભાઇ સોલંકી, અગ્રણી રાજુભાઇ ધ્રુવ, પૂ. ભારતીબાપુ, પરબના પૂ. કરશનદાસ બાપુ, સંત ઇન્દ્રભારતી તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, મોટીસંખ્યામાં પ્રજાજનો સદ્દગતને શ્રધ્ધાંજલિ અર્પવા ઉપસ્થિત રહયા હતા.

લાલકૃષ્ણ અડવાણીએ સ્વ. ભાવનાબેનને અર્પણ કર્યા શ્રધ્ધાસુમન

લાલકૃષ્ણ અડવાણીએ સ્વ. ભાવનાબેનને અર્પણ કર્યા શ્રધ્ધાસુમન

લાલકૃષ્ણ અડવાણીએ સ્વ. ભાવનાબહેન ચિખલીયાને ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું કે ભાવનાબહેનની વિદાય એ ન માત્ર ભારતીય જનતા પક્ષને જ નહીં દેશની રાજનિતીને એક મોટું નુકશાન છે.

પોતે જ્યારે જ્યારે સોમનાથ વાયા કેશોદ આવતા ત્યારે હંમેશા ભાવનાબહેન તેમની સાથે જોડાતા તે તથા સંસદમાં તેમની સક્રિયતાના સંસ્મરણોને વર્ણવીને, અડવાણીએ આજે આ શોકસભામાં આટલી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો તે સ્વ. ભાવનાબહેન પ્રત્યેના લોકઆદરનું પ્રતીક ગણાવી, શોકગ્રસ્ત ચીખલીયા પરિવારને ઊંડી દિલસોજી પાઠવી સ્વ. ભાવનાબહેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજનાથ સિંહે સ્વ. ભાવનાબેનને અર્પણ કર્યા શ્રધ્ધાસુમન

રાજનાથ સિંહે સ્વ. ભાવનાબેનને અર્પણ કર્યા શ્રધ્ધાસુમન

રાજનાથ સિંહે કહ્યું હતું કે માનવ કે માનવેત્તર સૌ કોઇએ એક દિવસ તો જવાનું જ હોય છે છતાં જ્યારે કોઇ સમયથી પહેલું ચાલ્યું જાય છે ત્યારે એ આઘાત અસહય બને છે એવું દુઃખ વ્યકત કરી સ્વ. ભાવનાબહેનને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે દેશની રાજનીતિને આજે વિદૂષી મહિલાઓની નીતાંત આવશ્યકતા છે, તેવા કપરા સમયે ભાવનાબહેને આપણી વચ્ચેથી વિદાય લીધી છે. રાજનાથ સિંહે ભાવનાબહેનની સક્રિય સંસદીય કારકીર્દીને બિરદાવી, તેમના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

નરેન્દ્ર મોદીએ ભાવનાબેનને અપર્ણ કર્યા શ્રધ્ધાસુમન

નરેન્દ્ર મોદીએ ભાવનાબેનને અપર્ણ કર્યા શ્રધ્ધાસુમન

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સ્વ. ભાવનાબેનના સ્વર્ગવાસથી ધોરણે શોકાતુર પરિવારજનોને સાંત્વના આપતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભાજપાની કાર્યસંસ્કૃતિને પચાવનારા સ્વ. ભાવનાબેનમાં સેવા-નિષ્ઠાની અદ્દભૂત શક્તિ હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવવિભોર સ્વરે જણાવ્યું કે પક્ષ અને પરિવારના અત્યંત શક્તિશાળી નિકટના સાથી ગૂમાવ્યા છે. તેમના પરિવારને ધૈર્ય આપવા માટે સાંત્વનાના શબ્દો પણ ઓછા પડે તેમ છે.

English summary
BJP veteran L K Advani, party president Rajnath Singh and Gujarat Chief Minister Narendra Modi are seen together in public for the first time after Modi's anointment as the party's campaigning committee head, in Junagadh on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more