For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પછી પહેલી વાર રાહુલ ગાંધી શનિવારે આવશે ગુજરાત

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 23મી ડિસેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ચૂંટણી પછી પહેલી વાર રાહુલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમનો કાર્યક્રમ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી શનિવારે એટલે કે 23મી ડિસેમ્બરે કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની એક દિવસીય મુલાકાત લેશે. ચૂંટણીમાં ભલે કોંગ્રેસ હારી ગઇ હોય પણ તે 22 વર્ષ પછી ગુજરાતમાં એક સબળ વિપક્ષ તરીકે ઊભરી છે. અને પહેલી વાર, લાંબા સમય પછી તેને ગુજરાતમાં 70 વધુ બેઠકો પર જીત મળી છે. જે માટે રાહુલ ગાંધીનો ગુજરાતમાં ઠેર ઠેર ચૂંટણી પ્રચાર અને તેમની વધતી લોકપ્રિયતા પણ જવાબદાર છે. ત્યારે પરિણામો પછી પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. અને સાથે જ તે મહેસાણા પણ જશે. ત્યારે રાહુલ ગાંધીનો આ એક દિવસ કાર્યક્રમ શું છે તે અંગે જાણો અહીં

Rahul Gandhi

23 ડિસેમ્બર 2017

અમદાવાદ ખાતે આગમન
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવિધ કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત.
11:30 AM ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત
12:30 AM મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત
2:00 PM કચ્છ અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત
3:00 PM દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત
4:00 PM પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી દિલ્હી પરત ફરશે

નોંધનીય છે કે હાર પછી મહેસાણામાં કોંગ્રેસ ચિંતન શિબર કરી રહી છે. અને તેના છેલ્લા દિવસે એટલે કે 23મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે પાર્ટીના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહીને નેતાઓ સાથે આ અંગે ચર્ચા વિચારણા કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર થયા પછી રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને અભૂતપૂર્વક સમર્થન આપવા માટે તેમનો આભાર માન્યો હતો. અને સાથે જ તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાએ તેમને ધણું શીખવ્યું છે અને ખૂબ જ પ્રેમ આપ્યો છે.

English summary
After Gujarat Election Rahul Gandhi will visit Gujarat on Saturday. Read here his programme details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X