ગુજરાતના સુરતમાં 9 વર્ષની બાળકીનો બળાત્કાર, 86 ઘા મળ્યા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના સુરતમાં 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. સમાચાર એજેન્સી એએનઆઈ અનુસાર બાળકીના શરીર પર 86 ઘા નિશાન મળી આવ્યા છે. જેમાંથી કેટલાક નિશાન બાળકીના પ્રાઇવેટ અંગો પર પણ છે. લગભગ 5 કલાક સધી ચાલેલા પોસ્ટમોર્ટમમાં જાણવામાં આવ્યું કે બાળકીનો બળાત્કાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બાળકીને લગભગ 8 દિવસ સુધી યાતના આપવામાં આવી છે. ત્યારપછી તેની મૌત થઇ ગયી.

સુરત સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક હેડ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક ઘા લાકડાના હથિયાર ઘ્વારા પણ મળ્યા છે. ફોરેન્સિક હેડ ગણેશ ગોવેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે શરીર પર બે ઘા મળ્યા જે લગભગ 1-7 દિવસ જુના છે. તેના શરીર પર 86 ઘા બહાર હતા. પોલીસને બાળકીનું શવ 6 એપ્રિલે મળ્યું. પરંતુ હજુ સુધી તે બાળકીની ઓળખ થઇ શકી નથી. પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે 9 વર્ષની બાળકીનું શવ સવારે 6 વાગ્યે મળ્યું હતું. હાલમાં તેની ઓળખ કરવાની કોશિશ થઇ રહી છે.

નરેન્દ્ર મોદી ઘ્વારા દુઃખ

નરેન્દ્ર મોદી ઘ્વારા દુઃખ

કઠુઆ અને ઉન્નાવ પછી વધુ એક દર્દનાક મામલો સામે આવ્યો છે. બિહારના સાસારામ અને અસમના નાગાંવ માં પણ આવો જ મામલો આવ્યો છે. વારંવાર થઇ રહેલી ઘટનાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા દુઃખ વ્યક્ત કરીને જણાવવામાં આવ્યું કે સભ્ય સમાજમાં આવું સાંખી લેવામાં નહીં આવે. આ મામલે દોષીઓને છોડવામાં નહીં આવે.

ન્યાય ચોક્કસ મળશે

ન્યાય ચોક્કસ મળશે

નરેન્દ્ર મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે ઘટનાઓ આપણે છેલ્લા કેટલાક દિવસોમાં જોઈ છે તે સભ્ય સમાજ માટે શરમની વાત છે. દેશના કોઈ પણ રાજ્યમાં અને વિસ્તારમાં થઇ રહેલી આવી ઘટનાઓ આપણે અંદરથી હચમચાવી નાખે છે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે પણ પણ અપરાધી બચશે નહીં, ન્યાય ચોક્કસ મળશે.

ઉન્નાવ અને કઠુઆ

ઉન્નાવ અને કઠુઆ

થોડા દિવસ પહેલા જ ઉન્નાવ અને કઠુઆમાં થયેલી બળાત્કાર ઘટના અંગે વિપક્ષ વારંવાર પીએમ મોદી પાસે પોતાની વાત રાખવા માટે કહી રહ્યા હતા. ઉન્નાવ બળાત્કાર કેસમાં જ્યાં ભાજપા વિધાયક આરોપી છે. તો કઠુઆ બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓને બચાવવા માટે મહેબુબા સરકાર મંત્રીઓ ઘ્વારા રેલી કાઢવામાં આવી હતી.

English summary
After kathua and unnao 9 year old girl raped in surat gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.