For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાયકા બાદ રથયાત્રાના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 જુલાય : પુરી તથા અમદાવાદ સહિત સમગ્ર દેશમાં અષાઢી બીજનો અનેરો મહિમા છે. આ દિવસ એમ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે જાણીતો છે, પરંતુ આ દિવસે લોકો શુભ કાર્યો જેમ કે મકાન ખરીદવું, મહુરત કરવું, નવા વાહનો ખરીદવા આદિ પણ કરે છે. આ વર્ષે અષાઢી બીજ 10મી જુલાઈના રોજ છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વર્ષે અષાઢી બીજે પુષ્ય નક્ષત્ર છે અને એક દાયકા બાદ આવો સુભગ સંયોગ થયો છે.

એક દાયકા બાદ ભાગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં નીકળશે. અમદાવાદ સહિત ઓડિશાના પુરીમાં રથયાત્રા આ વખતે 10 જુલાઇના રોજ નીકળશે. આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં નીકળનાર આ રથયાત્રાને ભક્તો માટે વિશેષ લાભકારી માનવામાં આવી રહી છે, અને તેને જ્યોતિષિય દ્રષ્ટિએ પણ
ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે પુષ્ય નક્ષત્રમાં નીકળવાની છે. આ નક્ષત્ર 9 જુલાઇથી સવારે 10.20 વાગ્યે શરૂ થઇને 10 જુલાઇના રોજ દિવસભર રહેશે. જ્યોતિષિય ગણના અનુસાર પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

rath yatra
આ નક્ષત્ર પર ભગવાન જગન્નાથની પૂજા અર્ચના ઘણી પૂણ્યકારી માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય અજય શાસ્ત્રી અનુસાર પુષ્ય નક્ષત્ર ખૂબ જ લાભકાર પ્રભાવ ધરાવે છે. રથયાત્રાના કારણે તેનું મહત્વ હજારઘણું વધી જશે. આ અવસરે ખાસ કરીને વાહન, આભૂષણ અને મકાનની ખરીદી શૂભ અને લાભદાયી બની રહેશે.

જ્યારે પં. મનોજ શર્માએ વીએનએસને જણાવ્યું કે પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ દેવ છે. આ દિવસે ભગવાન જગન્નાથની સાથે ભગવાન શનિની આરાધનાથી વિશેષ લાભ મળશે. આ ખાસ દિવસની ભક્તોમાં પણ ભારે ઇંતેજારી છે.

English summary
After a one decade Rathyatra and Pushya naxatra will be together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X