For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISની લિંક મામલે અહેમદ પટેલે લખ્યો રાજનાથને પત્ર

આઇએસઆઇ મામલે અહેમદ પટેલે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને જણાવ્યું છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ સાથે જ જાણો આ મામલે અહેમદ પટેલે બીજું શું કહયું.

By Chaitali
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર અહેમદ પટેલે તેમની પર લાગેલા આરોપો બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે. જે હેઠળ તેમણે આ મામલે નિપક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી ગુજરાત એટીએસ દ્વારા બે ISIS આતંકીઓ પકડાયા હતા. જેમાંથી એક આતંકી અહેમદ પટેલ જે હોસ્પિટલના ટ્રસ્ટી રહી ચૂક્યા છે ત્યાં કામ કરતો હતો. આ પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદિગ્ધ આંતકીઓને નોકરીએ રાખવા મામલે કોંગ્રેસ અને અહેમદ પટેલ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરે તેવી માંગણી કરી હતી. જે બાદ અહેમદ પટેલે રાજનાથ સિંહને પત્ર લખ્યો હતો. અને જણાવ્યું હતું કે આ મામલે સવોચ્ચ અને નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે આ મામલે રાજનીતિ રમાય તે યોગ્ય નથી. પોતાના ચૂંટણી ફાયદા માટે કોઇના પર આરોપ ન લગાવવો જોઇએ.

Gujarat

ભાજપના નેતા પર હુમલો કરતા તેમણે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ પર લાગેલા આરોપને કોઇ કાનૂની સંસ્થા કે કોર્ટ જ નક્કી કરી કરી શકે છે ના કે કોઇ રાજનૈતિક દળ. સાથે જ તેમણે કહ્યું કે આ મામલે જે પણ આરોપી હોય તેને કોઇ પણ ધર્મ સાથે જોડ્યા વગર સખતમાં સખ્ત સજા આપવી જોઇએ. સાથે જ આ પત્રમાં જ તેમણે ભાજપના રાજીનામાંની માંગ નકારી હતી. તેમણે કહ્યું કે 2015માં જ આ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું હતું. અને જે વ્યક્તિ ટેક્નિશિયન તરીકે અહીં જોડાયો છે તે ગત વર્ષ જ જોડાયો છે. અને વધુમાં તેની ધરપકડ પહેલા તેણે તેના પદ પરથી નીકાળી પણ દેવામાં આવ્યો છે.

English summary
Ahemad Patel writes to Home minister Rajnath Singh to probe his ISIS link. He takes on BJP and other for baseless allegation ahead of polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X