7 વર્ષીય બાળકીને અડપલા કરનાર આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં રહેતા અરુણ સોલંકી નામના યુવકે સાત વર્ષીય બાળકીને અડપલા કરતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી હતી. પરિવારજનોએ પોલીસને જાણ કરતા આ મામલે પોલીસે અડપલા કરનાર યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જો કે સગીર બાળકી પર પડોશી દ્વારા નજર બગાડી આવી કૃત્ય કરવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકો ચોંકી ગયા હતા.

monir

મળતી માહિતી મુજબ રખિયાલ વિસ્તારમાં સૂર્યલોક સોસાયટીમાં રહેતા અરુણકુમાર ઉર્ફે કાળુ મનોજભાઇ સોલંકીએ તેના પડોશમાં રહેતી 7 વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડી હતી. આરોપીએ બાળકીને લલચાવી ફોસલાવીને ઘરના ધાબા પર લઇ ગયો હતો. અને તેની સાથે અડપલાં કર્યાં હતાં. આ ઘટના બાળકીની પિતરાઇ બહેન જોઇ જતાં તેણે બાળકીની માતાને જાણ કરી હતી. બાળકીની માતાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

English summary
Ahmadabad : 7 years girl being physically adsorbed by neighbor.
Please Wait while comments are loading...