કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની હાલત ગંભીર, કોરોનાથી સંક્રમિત થયા હતા
નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલની હાલત ગંભીર છે. ઓક્ટોબરમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જે કારણે તેમના કેટલાક અંગોને નુકસાન પહોંચ્યું છે. હાલ તેમને ઈલાજ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયૂમાં છે અને ડૉક્ટર્સની એક ટીમ તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહી છે. તેમના શુભચિંતકો તેમના સ્વાસ્થ્યની સતત કામના કરી રહ્યા છે.
સૂત્રો મુજબ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સંક્રમણથી તેમના ફેફસાંને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગો પણ પ્રભાવિત થયા. જ્યારે તેમના દીકરા ફેઝલ પટેલે ટ્વીટ કરી લખ્યું કે હું તમને જણાવવા માંગું છું કે થોડા અઠવાડિયા પહેલાં મારા પિતા અહમદ પટેલ કોરોના પોઝિટિવ થયા હતા. જે બાદ ઈલાજ માટે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ હાલ ડૉક્ટર્સની દેખરેખમાં છે. આ ટ્વિટર અપડેટ દ્વારા અમે તેમના સ્વાસ્થ્યની અપડેટ આપતા રહેશું.
નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના 7મી વાર લેશે શપથ, જાણો ક્યારે ક્યારે બન્યા CM
દેશમાં કોરોના વાયરસનો કહેર માર્ચમાં જ શરૂ થઈ ગયો હતો, જે બાદ મે સુધી તો લૉકડાઉન લાગૂ રહ્યું. જે બાદ જૂનથી અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ. જે કારણે 14 સપ્ટેમ્બરથી સંસદનું મૉનસૂન સત્ર શરૂ થયું. અહમદ પટેલે આ સત્રમાં પણ ભાગ લીધો હતો. આ સત્ર દરમ્યાન તમામ સાંસદોનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 30થી વધુ સભ્યો પોઝિટિવ મળ્યા હતા. હાલના સમયમાં દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 88 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાં 1.29 લાખ મોત થયાં છે.