For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષનાં રુદ્રની પાડોશીએ જ ખંડણી માટે કરી હત્યા

10 વર્ષના રુદ્રનું પહેલા કર્યું અપહરણ અને પછી ગણતરીના કલાકોમાં કરી તેની હત્યા. જાણો અમદાવાદની આ ક્રાઇમ સ્ટોરી વિગતવાર અહીં

By Oneindia
|
Google Oneindia Gujarati News

અમદાવાદના મણિનગર સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 10 વર્ષીય રૂદ્ર નામના બાળકના ગુમ થવાના કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. શુક્રવારે સાંજે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બે સગીર આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બે દિવસ પહેલા અપહરણ કર્યાના મિનિટોમાં જ તેની હત્યા કરીને લાશને કરાઇ ટોલનાકા પાસે આવેલા સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી. રૂપિયા 20 લાખની ખંડણી ઉધરાવવા માટે અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. પણ રૂદ્ર તેમના તાબે ન થતા ગળા પર છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ જે કે ભટ્ટે જણાવ્યું કે રૂદ્રના અપહરણ અને મર્ડર કેસમાં સગીર આરોપીઓની સંડોવણી બહાર આવી છે. જે ખુબ ગંભીર બાબત છે. જેથી આ કેસની તપાસ અમે રાયન ઇન્ટરનેશનલ સ્કુલના વિધાર્થી પ્રધુમન મર્ડર કેસમાં જેમ સગીર આરોપીઓને પુખ્ત આરોપી તરીકે કરવામાં આવશે. આ માટે કોર્ટમાં ખાસ અરજી પણ કરવામાં આવનાર છે.

Police

ઉલ્લેખનીય છે કે, આસ્ટો઼ડીયામાં સોના ચાંદીના દાગીનાનો બિઝનેશ કરતા કેતનભાઇ ચોકસી સહજાનંદ એપાર્ટમેન્ટમાં તેમની પત્ની, 10 વર્ષના પુત્ર રૂદ્ર અને 16 વર્ષની દીકરી મૈત્રી સાથે રહે છે. ગત 27મી ડીસેમ્બરની સાંજે રૂદ્ર અચાનક ગુમ થઇ ગયો હતો. આખી રાત આસપાસમાં તપાસ કર્યા બાદ પણ રૂદ્રનો પતો ન મળતા તેમણે મણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . આ દરમિયાન શુક્રવારે સવારે મૈત્રીના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે રૂદ્વની ડેડબોડી સરદાર પટેલ રીંગ રોડ પર બાલાજી અગોરા મોલ પાસે પડેલી છે. ત્યારબાદ કોલ ડીકનેક્ટ થઇ ગયો હતો. જેથી કેતનભાઇ અને પરિવારજનો તાત્કાલિક અગોરા મોલ પહોચ્યા હતા. પણ ત્યા કોઇ બોડી ન મળતા આ અંગે મણિનગર પોલીસ અને ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જાણ કરી હતી. જેથી તાત્કાલિક પોલીસે મૈત્રીના ફોન પર આવેલા નંબરને ટ્રેક કરીને તપાસ કરતા આ ફોન ઓઢવમાં રહેતા એક યુવકનો હતો. તેની પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે આ કોલ તેના મિત્રએ કર્યો હતો. જેથી પોલીસે અજય નામના સગીરની પૂછપરછ કરી હતી જેમાં ભાંગી પડ્યો હતો અને ચોંકાવનારી વિગતો આપી હતી કે રુદ્ર ની હત્યા થઈ ચૂકી છે અને અપહરણ અને હત્યાનો માસ્ટર માઈન્ડ ખુદ રુદ્રનો પાડોશી દીપ પારેખ છે. જે સહજાનંદ એપાર્ટમેન્ટ માં જ રહે છે.

Crime

પોલીસ માટે આ વિગતો ઘણી હતી અને તરત જ એક ટીમ મોકલીને દીપ ની અટકાયત કરી ને આકરી પૂછપરછ કરતા તેણે આ બનાવ સાથે જોડાયેલા એક પછી એક પાના ખોલ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને 3 લાખ રૂપિયા નું દેવું થઈ જતા ઉઘરાણી કરવા વાળા ની ધમકીઓ સતત મળતી હતી. જેથી તેને કેતન ભાઈના દીકરા રુદ્રના અપહરણ ની યોજના બનાવી હતી. જેમાં તેના મિત્ર ના સગાભાઈ ની મદદ લીધી હતી. જે 17 વર્ષ નો છે. જે મુજબ તારીખ 27 ના રોજ સાંજે એક અન્ય સગીરની મદદ લઇ રુદ્રને એપાર્ટમેન્ટ પાસેના મેદાનમાં બોલાવીને દીપ અને 17 વર્ષ ના સગીરે બેહોશ કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ રુદ્ર તેમને તાબે ન થતા તેમને રુદ્રના ગળા પર છરી મૂકી ડરાવા નો પ્રયાસ કર્યો હતો પણ છરી રુદ્રના ગળા માં ઘુસીં જતા તે મૃત્યુ પામયો હતો. ત્યારબાદ લાશને કરાઈ પાસે સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી.

English summary
Ahmedabad : 10 Year boy kidnapped and then murdered. Read more detail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X