'મોદીજી લૉકડાઉન ખોલો', અમદાવાદમાં બ્રિજ પર સૂઈને યુવતીએ બનાવ્યો Video
લૉકડાઉન ફેઝ 4 શરૂ થવા સાથે જ ગુજરાતમાં મોટાભાગની જગ્યાઓએ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી લોકોને બહાર આવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવાર સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ રહેવાની અધિસૂચના જારી થઈ છે. સરકારનો આ નિર્ણય યુવતીને એટલી હદે મંજૂર નથી કે કે ટિકટૉક વીડિયો બનાવીને લૉકડાઉન હટાવવાની માંગ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુવતીએ કરી આ માંગ
એ યુવતીએ રાતના સમયે એક બ્રિજ પર સૂઈને ટિકટૉક વીડિયો શૂટ કર્યો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લૉકડાઉન ખોલી દેવાની માંગ કરતી દેખાય છે. આ વીડિયો વાયરલ થવા લાગ્યો છે. ઘણા લોકોએ પ્રતિબંધના સમયમાં બનાવવામાં આવેલ આ વીડિયો વિશે સવાલ ઉઠાવ્યા છે. માહિતી અનુસાર ટિકટૉક પર Rocksonunayak74 નામના આઈડીથી આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે.

યુવતી બોલી -લૉકડાઉન ખતમ થાય તો સૂઈને બતાવજો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી ઈસનપુર બ્રિજને જોતા કહી રહી છે કે, 'આ આપણા ઈસનપુરનો બ્રિજ છે, જે એકદમ ખાલી પડ્યો છે. મોદીજી હવે તો લૉકડાઉન ખોલો. બીજા વીડિયોમાં વધુ એક યુવતી બ્રિજ પર સૂતેલી દેખાઈ રહી છે, તે કહી રહી છે કે લૉકડાઉન ખતમ થાય પછી સૂઈને બતાવજો, મે તો બતાવી દીધુ, હવે તમે સૂઈને બતાવજો.'

લૉકડાઉન કહી રહ્યા - છોકરીઓએ લૉકડાઉન ભંગ કર્યુ
હાલમાં રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા અને શહેરના પોલિસ કમિશ્નર આશીષ ભાટિયા લોકોને વારંવાર અપીલ કરી રહ્યા છે કે બધા લૉકડાઉનનુ પાલન કરો, આમ ન કરનાર પર કડકાઈ કરવામાં આવશે. બીજી તરફ છોકરીઓ લૉકડાઉન હટાવવા માટે આવા વીડિયો બનાવી રહી છે. ઘણા લોકોનુ કહેવુ છે કે યુવતીએ ઈસનપુરના બ્રિજના ખાલી રસ્તા પર ટિકટૉક વીડિયો બનાવીને લૉકડાઉનનુ ભંગ કર્યુ છે.
બેંગલુરુમાં સંભળાયો રહસ્યમય અવાજ, 5 સેકન્ડ સુધી હલતી રહી બારીઓ, લોકોમાં ભય