અમદાવાદમાંથી પકડાયો રીક્ષા ચોર, 112 રીક્ષા ચોરવાની કબૂલાત

Posted By:
Subscribe to Oneindia News

તમે અત્યાર સુધી બાઇક ચોર, સાયકલ ચોર અને ગાડી ચોર વિષે સાંભળ્યું હશે પણ તમે કદી રીક્ષા ચોર વિષે સાંભળ્યું છે. અમદાવાદની પોલિસે અમદાવાદમાંથી એક રીક્ષાચોરને પકડ્યો છે. એટલું જ નહીં આ રીક્ષા ચોરે એક બે નહીં કુલ 112 રીક્ષાઓની ચોરી કરી છે. જેની તેણે પોલિસ સમક્ષ કબૂલાત પણ કરી છે.

વધુમાં અમદાવાદ પોલિસ દ્વારા જે ચોરની ધરપકડ કરવામાં આવી છે તે પોતે એક રીક્ષા ડ્રાઇવર છે. તે રીક્ષાઓની ચોરી કરી તેમાથી મોંધા સ્પેરપાર્ટ નીકાળી દેતો હતો અને તેની વેંચીને પૈસા કમાતો હતો.

 

ત્યારે અમદાવાદની પોલિસ ખૂબ લાંબા સમયથી આ ચોરની તલાશમાં હતી. ત્યારે લાંબી તપાસ બાદ પોલિસના હાથે લાગનાર આ ચોર પાસેથી પોલિસ હવે અનેક ચોરીઓના રાજ ખોલાવશે. ત્યારે કેવી રીતે આ રીક્ષાચોર ચોરીઓને અંજામ આપતો હતો. કેવી રીતે તેણે આટલી બધી ચોરીઓને અંજામ આપ્યો તે વિષે ડિટેલમાં વાંચો નીચેના આ આર્ટીકલમાં...

112 રીક્ષાઓની ચોરી
  

112 રીક્ષાઓની ચોરી

ગુરુવારે, અમદાવાદ પોલિસે એક એવા ચોરની અટકાયત કરી જેણે અત્યાર સુધીમાં એક બે નહીં કુલ 112 રીક્ષાઓની ચોરી કરી છે. એટલું જ નહીં તેણે આ ચોરીની કબૂલાત પણ પોલિસ આગળ કરી છે.

112 રીક્ષા ચોરનાર ચોર
  

112 રીક્ષા ચોરનાર ચોર

અમદાવાદના3 જમાલપુરાનો રહેવાસી એવા આ 35 વર્ષિય ચોર પોતે પણ એક રીક્ષા ચાલક છે. અને આ જ કારણે અન્ય રીક્ષા ચાલકો તેને સરળતાથી પોતાની રીક્ષા ચલાવવા આપી દેતા.

ચોરીની સ્ટાઇલ
  

ચોરીની સ્ટાઇલ

જે બાદ આ રીક્ષાચોર તે રીક્ષામાંથી મોંધા સ્પેરપોર્ટ નીકાળી દેતો અને તે સ્પેરપોર્ટને કાળા બજારમાં વેચી પોતાની કમાણી કરતો હતો.

પોલિસ તપાસ
  
 

પોલિસ તપાસ

નોંધનીય છે કે અમદાવાદમાં પાછલા કેટલાય સમયથી અનેક રીક્ષાઓની ચોરી અને ગુમ થવાની ફરીયાદો પોલિસ ચોપડે નોંધાઇ ચૂકી છે.

ચોર પકડાયો
  

ચોર પકડાયો

જે બાદ પોલિસે સધન તપાસ હાથ ધરીને આ ચોરને ઝડપી પાડ્યો છે. જો કે આ રીક્ષા ચોરે પણ પોતાની ચોરીની કબૂલાત કરી લીધી છે. જે બાદ પોલિસે આ પર કાર્યવાહી શરૂ કરી છે.

English summary
Ahmedabad auto rickshaw chor arrested
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.