For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાહેર રસ્તા પર કાર પાર્ક કરતા પહેલા વિચારજો ..

અમદાવાદમાં જાહેર રસ્તા પર કાર પાર્ક કરતા પહેલા સો વાર કરજો કારણ કે કોઈ ચોક્કસ ગેંગ તમારી કારને ટાર્ગેટ કરી કાચ તોડી તેમાં મૂકેલ કિંમતી ચીજ વસ્તુઓ ની ચોરી કરી શકે છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં જાહેર રસ્તા પર કાર પાર્ક કરતા પહેલા સો વાર કરજો કારણ કે કોઈ ચોક્કસ ગેંગ તમારી કારને ટાર્ગેટ કરી કાચ તોડી તેમાં મૂકેલ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી શકે છે. અદાણી જૂથના એક કર્મચારીને આવો જ અનુભવ થયો જેમાં શિવ રંજની ચાર રસ્તા પાસે પાર્ક કરેલી તેમની કારનો કાચ તોડી કોઈ વ્યક્તિ લેપટોપ અને આઈફોન મળી કુલ રૂપિયા 75000 ની મતાની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે તપાસ શરૂ કરી છે.

Ahmedabad

સંગરીલા બંગલો થલતેજ ખાતે રહેતા સુમિત રોય અદાણી જૂથની બોડકદેવ પાસે આવેલી ઓફિસમાં ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કામ કરે છે. ગઈકાલે બપોરે 3 વાગે સુમિત રોય તેમની કાર લઈને શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા પી સી જ્વેલર્સમાં દાગીના ખરીદવા માટે ગયા હતા. એક કલાક બાદ તે પરત આવ્યા ત્યારે જોયું તો કારનો કાચ તૂટેલો હતો. અને તેમાંથી એક લેપટોપ, મોબાઈલ અને કેટલાક મહત્વના દસ્તાવેજો ભરેલી બેગ ગાયબ હતા. આ અંગે સેટેલાઇટ પોલીસે આસપાસના સીસીટીવી પરથી તપાસ શરૂ કરી છે.

English summary
ahmedabad be careful before parking your vehicle anywhere.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X