BRTS એક્સિડેન્ટઃ બસ ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિએ જામીન માટે અરજી કરી
અમદાવાદઃ નવેમ્બર 2019માં બીઆરટીએસ બસની ટક્કરે બે યુવાનોના મૃત્યુ થયા બાદ બીઆરટીએસ બસના ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિની ગત શુક્રવારે ધરપકડ કરી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો, જે બાદ મંગળવારે ડ્રાઈવર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. અકસ્માતના દિવસે 21મી નવેમ્બરે પોલીસે ચિરાગ પાસવાનને જામીન આપી દીધા હતા, જો કે બાદમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટ્રીનો પ્રાથમિક રિપોર્ટ મળ્યા બાદ તપાસનીસે સાક્ષીના નિવેદનો નોંધી બસ ડ્રાઈવર વિરુદ્ધની ફરિયાદમાં આઈપીસીની કલમ 304 ઉમેરી.
જણાવી દઈએ કે આઈપીસીની કલમ 304 બિનજામીનપાત્ર ગુનામાં નોંધવામાં આવે છે અને આવા ગના અંતર્ગત 10 વર્ષ સુધીની જેલનું પ્રાવધાન છે. બિનજામીનપાત્ર ગુનો નોંધાતાં ચિરાગ પ્રજાપતિની ફરી ધરપકડ કરી લેવામાં આવી અને તેને શુક્રવારે મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ અઠવાડિયે સેશન્સ કોર્ટ ચિરાગ પ્રજાપતિની જામીન અરજી પર સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે 21મી નવેમ્બરે પાંજરાપોળ ક્રોસરોડ પર બીઆરટીએસની અડફેટે બાઈક પર જઈ રહેલા બે સગા ભાઈ નયન રામ (27) અને જયેશ રામ (24) મૃત્યુ પામ્યા હતા. નયન રામ એક પ્રાઈવેટ બેંકમાં એક્ઝિક્યૂટીવ હતા જ્યારે જયેશ રામ મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કામ કરતા હતા.
બિનસચિવાલયની પરીક્ષા રદ્દ ના થતાં વિદ્યાર્થીઓએ સરકાર સામે બાંયો ચડાવી, રાતભર આંદોલન કરશે